Site icon

શત્રુઘ્ન સિન્હા બનવાના હતા ‘શોલે’ના જય, પરંતુ આ કારણથી ન કરી શક્યા આ બ્લૉકબસ્ટર ફિલ્મ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

બિહારીબાબુના નામથી જાણીતા ઍક્ટર શત્રુઘ્ન સિન્હાનો પહેલાં બૉલિવુડમાં સિતારો બુલંદ હતો. શત્રુઘ્ન સિન્હાએ પોતાની કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે, પરંતુ કેટલીક એવી પણ ફિલ્મો હતી જે તેના હાથમાંથી સરકી ગઈ. જેનો તેમને અત્યારે પણ અફસોસ છે.

વાત એમ છે કે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 11ના સ્ટેજ પર આ સપ્તાહે શત્રુઘ્ન સિન્હા અને તેમની પત્ની પૂનમ સિન્હા સ્પેશિયલ ગેસ્ટ તરીકે જોવા મળશે. આ એપિસોડમાં બધા કન્ટેસ્ટન્ટ શત્રુઘ્ન સિન્હાની ફિલ્મોનાં ગીતો ગાતા જોવા મળશે. તેની વચ્ચે શત્રુઘ્ન સિન્હાએ બહુ મોટો ખુલાસો કર્યો. તમને જાણીને હેરાની થશે કે શત્રુઘ્ન સિન્હાએ શોલે ફિલ્મ કરવાની ના પાડી હતી. હકીકતમાં ફિલ્મ મેકર રમેશ સિપ્પીની જયના કિરદાર માટે પહેલી પસંદ શત્રુઘ્ન સિન્હા હતા, પરંતુ ઍક્ટરે ફિલ્મની ઑફર ઠુકરાવી દીધી. આ વાતને લઈને જ્યારે શોના જજ હિમેશ રેશમિયાએ શત્રુઘ્ન સિન્હાને સવાલ પૂછ્યો કે તેમને કયા કારણથી ફિલ્મ છોડી ત્યારે ઍક્ટર કહ્યું કે તે ત્યારે લગાતાર એવી ફિલ્મો કરી રહ્યા હતા કે જે ફિલ્મમાં બે હીરો હોય અને આ ઉપરાંત ફિલ્મના શૂટિંગની તારીખ ફાળવી શકે એમ ન હતા.

બૉલિવુડની ફર્સ્ટ ફૅમિલી કપૂર ખાનદાનનો વધુ એક દીકરો કરી રહ્યો છે બૉલિવુડમાં ડેબ્યુ; જાણો કોણ છે તે કલાકાર

શત્રુઘ્ન સિંહાએ અમિતાભ બચ્ચનને આ ફિલ્મમાં સૌથી મોટો બ્રેક મળવા બદલ પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version