News Continuous Bureau | Mumbai
Ranbir kapoor Ramayan:રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ સ્ટારર ફિલ્મ રામાયણ ની ખુબ ચર્ચા ચાલી રહી છે. ડિરેક્ટર નીતિશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને એક રસપ્રદ માહિતી સામે આવી છે. અહેવાલ છે કે રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ ટૂંક સમયમાં ફ્લોર પર પહોંચવાની છે. એટલેકે આ ફિલ્મ નું શૂટિંગ જલ્દી જ શરૂ થવાનું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવી ભગવાન શ્રી રામ અને માતા સીતાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ ‘KGF 2’ સ્ટાર યશ ફિલ્મ ‘રામાયણ’માં રાવણના રોલમાં જોવા મળશે. આટલું જ નહીં સની દેઓલ આ ફિલ્મમાં હનુમાનનું પાત્ર ભજવતો જોવા મળશે.
રણબીર કપૂર કરશે રામાયણ નું શૂટિંગ
એક ન્યુઝ પોર્ટલ ના નવીનતમ અહેવાલ મુજબ રામાયણ ના નિર્માતાઓ 2024 ના પહેલા ક્વાર્ટરમાં ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી અને માર્ચ 2024માં શરૂ થશે. આ ફિલ્મ જબરદસ્ત VFX સાથે બનાવવામાં આવશે. જેના માટે મેકર્સ ઓસ્કાર વિનિંગ VFX કંપની DNEGની મદદ લેશે. નિર્માતાઓ આ ફિલ્મને 3D લેવલને વિઝ્યુઅલી આકર્ષક બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Salaar: જબરદસ્ત એક્શન સીન કે પછી ઇન્ટીમેન્ટ સીન!! પ્રભાસ ની ફિલ્મ સાલાર ને મળ્યું સેન્સર બોર્ડ તરફથી A સર્ટિફિકેટ, રનટાઇમ નો પણ થયો ખુલાસો
મીડિયા અહેવાલ અનુસાર આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. ફિલ્મ સાથે જોડાયાલ પાત્રોના લુક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, KGF 2 સ્ટાર યશ જુલાઈ મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
