Dhurandhar 2| બોક્સ ઓફિસ બાદ હવે OTT પર ધૂમ મચાવશે ‘ધુરંધર૨’, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે!

Dhurandhar 2| રણવીર સિંહની આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે ફેન્સ ઉત્સાહિત, જાણો કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ સ્પાય થ્રિલર

by Zalak Parikh
Dhurandhar 2| બોક્સ ઓફિસ બાદ હવે OTT પર ધૂમ મચાવશે 'ધુરંધર૨', જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે!

 

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2| આદિત્ય ધર દ્વારા નિર્દેશિત અને રણવીર સિંહ સ્ટારર સ્પાય થ્રિલર ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. ફિલ્મની સફળતા બાદ હવે પ્રેક્ષકો તેના OTT રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ‘ધુરંધર ધ રિવિન્જ’ તરીકે ઓળખાતી આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર ક્યારે આવશે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે તેની વિગતો સામે આવી છે.

ક્યારે રિલીઝ થશે ‘ધુરંધર 2’?

ફિલ્મ હાલમાં પણ સિનેમાઘરોમાં જબરદસ્ત કમાણી કરી રહી છે અને ‘ભૂત બંગલા’ જેવી ફિલ્મોના સ્પર્ધા વચ્ચે પણ તેનું પ્રદર્શન શાનદાર છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. નિર્માતાઓ હાલમાં થિયેટ્રિકલ રનનો મહત્તમ લાભ લેવા માગે છે, તેથી ડિજિટલ પ્રીમિયર માટે થોડી રાહ જોવી પડશે.

કયા OTT પ્લેટફોર્મ પર આવશે ફિલ્મ?

જોકે આ ફ્રેન્ચાઈઝીનો પ્રથમ ભાગ નેટફ્લિક્સ પર રિલીઝ થયો હતો, પરંતુ ‘ધુરંધર 2’ ના ડિજિટલ રાઈટ્સ જીઓ હોટસ્ટાર (Jio Hotstar) પાસે છે. જીઓ હોટસ્ટારે આ ફિલ્મ માટે ૧૫૦ કરોડ રૂપિયાની મોટી ડીલ સાઈન કરી છે. તેથી, આ બ્લોકબસ્ટર ફિલ્મ હવે જીઓ હોટસ્ટાર પર જ સ્ટ્રીમ થશે.

બોક્સ ઓફિસ પર ઈતિહાસ

આદિત્ય ધરની આ જાસૂસી થ્રિલર ફ્રેન્ચાઈઝી બોક્સ ઓફિસ પર સતત સફળ રહી છે. ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થયેલી પ્રથમ કિસ્તે વિશ્વભરમાં ૧,૩૦૦ કરોડનું કલેક્શન કર્યું હતું. જ્યારે ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ થયેલી ‘ધુરંધર 2’ ઘરેલું બોક્સ ઓફિસ પર ૧,૧૦૦ કરોડનો આંકડો પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ બની ગઈ છે. વિશ્વભરમાં આ ફિલ્મે ૧,૭૫૦ કરોડથી વધુની કમાણી કરી છે, જે તેની લોકપ્રિયતા સાબિત કરે છે.

👉 આ સમાચાર વાચો:
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2′ Twist|ક્યોંકી સાસ ભી કભી બહુ થી૨’ માં મોટો વળાંક નંદિનીની દુશ્મન બનીને આવશે આ હસીના, તુલસી માટે વધશે મુશ્કેલી!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More