News Continuous Bureau | Mumbai
Aryan Khan: વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી. આ મેચ જોવા બોલિવૂડ ના ઘણા સ્ટાર્સ સ્ટેડિયમ માં હાજર રહ્યા હતા.આ મેચ માં ભારત ની હાર થઇ હતી.ભારતીય ક્રિકેટ ટીમની હાર થી સામાન્ય માણસ થી લઇ ને બોલિવૂડ સેલેબ્સ પણ નિરાશ થયા હતા. આ દરમિયાન મેચ જોયા બાદ સ્ટેડિયમ માંથી બહાર નીકળતા સેલેબ્સ ના ઉદાસ ચહેરા જોવા મળ્યા હતા. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
શાહરુખ ખાન નો પરિવાર ઉદાસ જોવા મળ્યો
વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી આ મેચ જોવા શાહરુખ ખાન અને તેનો પૂરો પરિવાર પહોંચ્યો હતો. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાનના બંને લાડકા પુત્રો જોવા મળી રહ્યા છે. આ વીડિયો મેચ પુરી થયા બાદ નો છે. જેમાં શાહરુખ ખાન નો પરિવાર ઉદાસ ચહેરે સ્ટેડિયમ માંથી બહાર જોવા મળી રહ્યો છે.
આ વાયરલ થઇ રહેલા વિડીયો માં શાહરૂખ ખાનના બંને પુત્ર આર્યન ખાન અને અબરામ કારમાં જતા જોવા મળે છે. બંને એકદમ ઉદાસ દેખાઈ રહ્યા છે. પાછળની સીટ પર બેઠેલો અબરામ ઉદાસ દેખાતો હતો. જ્યારે આર્યન ખાન ના ચહેરા પર નું નૂર પણ ગાયબ હતું. આર્યન ખાન ની પાછળ શનાયા કપૂર પણ ઉદાસ ચહેરે જોવા મળી હતી. આ દરમિયાન આર્યન ઉદાસી માં હાથ વડે ચહેરો ઢાંકતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે થયા કિંગ ખાન ના વખાણ, જુઓ વિડિયો
