વિવેક અગ્નિહોત્રીની મોટી જાહેરાત. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ભવ્ય સફળતા બાદ બનાવશે ‘આ’ ફિલ્મ, નવી ફિલ્મ પર કામ શરૂ

 

News Continuous Bureau | Mumbai 

ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રીએ(Vivek Agnihotri) 'કાશ્મીર ફાઇલ્સ' (kashmir files)ની ભવ્ય સફળતા બાદ હવે 'દિલ્હી ફાઇલ્સ'(Delhi files) ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. 

વિવેક અગ્નિહોત્રી એ હાલ માત્ર ફિલ્મનું ટાઇટલ(Title) જ જાહેર કર્યું છે. ફિલ્મની કથા અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. 

આ ફિલ્મ 84 ના રમખાણો, જેએનયુ કે અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) સરકારના શાસન પછીની ઘટનાઓ અંગે હોઈ શકે છે એવી અટકળો થઈ રહી છે. 

અગ્નિહોત્રી એ સોશિયલ મીડિયા (social media post)પોસ્ટ થકી જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિન્દુઓના(Hindu) નરસંહાર અંગે જણાવવું જરૂરી હતું. ચાર વર્ષ અમે તેના પર મહેનત કરી હતી. હવે નવી ફિલ્મ નો સમય પાકી ગયો છે. 

ઉલ્લેખનીય છે કે માત્ર 15 કરોડના બજેટમાં બનેલી 'કાશ્મીર ફાઇલ્સ' અભૂતપૂર્વ અને સ્વયંભૂ જાણ પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ફિલ્મ એ 300 કરોડ થી વધુ ની કુલ કમાણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત

Exit mobile version