હાલમાં જ શરૂ થયેલી સ્ટાર પ્લસની સીરિયલ,'મહેંદી હે રચનેવાલી' ના ઘણા કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
શૉ નિર્માતા સંદીપ સિકંદર ના જણાવ્યા અનુસાર કલાકારોને અને ક્રૂ મેમ્બર્સને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.અને તેની માહિતી કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દેવામાં આવી છે .
નોંધનીય છે કે કોરોના ના કેસ આવતા હાલ પૂરતું સિરિયલનું શૂટિંગ બંધ કરાયું છે.
