News Continuous Bureau | Mumbai
Munmun dutta:શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકારને દુનિયાભરમાંથી પ્રેમ મળે છે. શોના ઘણા પાત્રો હવે આઇકોનિક બની ગયા છે. શોમાં લોકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી પસંદ આવે છે.તાજેતરમાં મુનમુન દત્તા એ એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે કેવી રીતે મૃત્યુના મોમાં જતા જતા બચી.
મુનમુન દત્તા એ શેર કરી પોસ્ટ
નુસરત ભરૂચાની જેમ મુનમુન દત્તા પણ ઈઝરાયલ જવાની હતી, પરંતુ શૂટના સમયને કારણે તે જઈ શકી ન હતી. તે સમયે તે ખૂબ જ દુઃખી હતી, પરંતુ હવે તે રાહતનો શ્વાસ લઈ રહી છે અને ભગવાનનો આભાર માની રહી છે. તાજેતરમાં, તેણીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને, તેણીએ આખી વાર્તા વર્ણવી છે કે તે કેવી રીતે ઇઝરાયેલ ન જઈ શકી.
મુનમુન દત્તાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘હું તમને એક હકીકત કહું છું કે હાલ હું ઈઝરાયેલમાં હોત. મારી ટિકિટ પણ બુક થઈ ગઈ હતી, પણ મારે તેને આવતા અઠવાડિયે મુલતવી રાખવી પડી હતી. વાસ્તવ માં મારી નાઇટ શિફ્ટ લંબાવવામાં આવી હતી કારણ કે કેટલાક વધારાના દ્રશ્યો ઉમેરવાના હતા. તે સમયે મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું પરંતુ હવે આ બધું જોયા પછી હું સંપૂર્ણપણે સંમત છું. ચોક્કસપણે એક મોટી શક્તિ છે જે બધું જોઈ રહી છે અને તેણે જ મને બચાવી છે. અન્યથા સંભવતઃ હું આ હુમલા માં મારી ગઈ હોત. મને સમજાતું નથી કે મારી લાગણી કેવી રીતે વ્યક્ત કરું. આ ઘટના સ્પષ્ટ કરે છે કે ભગવાન ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે અને જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. મને આશા છે કે ઇઝરાયેલમાં શાંતિ થઇ જાય. સમગ્ર વિશ્વમાં શાંતિ રહે.’
આ સમાચાર પણ વાંચો : Israel war : સીને સ્ટાર નુસરત ભરૂચા ઇઝરાયેલ માં ફસાઈ. હવે કોઈ સંપર્ક નહીં.