News Continuous Bureau | Mumbai
ED summons: હાલમાં જ ઇડી દ્વારા અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલ્યા બાદ ED એ વધુ ત્રણ સ્ટાર્સને સમન્સ પાઠવ્યા છે. આ સ્ટાર્સ માં કોમેડી કિંગ કપિલ શર્મા, બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી શ્રદ્ધા કપૂર, ટીવી એક્ટ્રેસ હિના ખાન અને નો સમાવેશ થાય છે. રણબીર કપૂર બાદ હવે ‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજીની એપના મામલામાં ચારેય સ્ટાર્સને સમન્સ મોકલવામાં આવ્યા છે.
રણબીર કપૂર સિવાય બીજા ત્રણ સ્ટાર ને ઇડી એ મોકલ્યા સમન્સ
અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી હિના ખાન અને હુમા કુરેશી તેમજ શ્રદ્ધા કપૂરને મહાદેવ સટ્ટાબાજી ની મની-લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. કુલ 100 ઓનલાઈન સટ્ટાબાજી ની એપ ઈડીના રડાર પર છે.ED સૂત્રોએ જણાવ્યું કે ‘એજન્સીએ સેલેબ્સ પર મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સ પાસેથી તેમના ઉત્પાદનોને વર્ચ્યુઅલ સ્પેસમાં પ્રમોટ કરવા માટે પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સેલિબ્રિટી અને પ્રભાવશાળી લોકો સહિત લગભગ 100 લોકો આ કેસમાં EDની તપાસ હેઠળ છે અને તેમને પણ ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવશે.’
ED has summoned comedian Kapil Sharma and actor Huma Qureshi in connection with the Mahadev betting app case: ED Sources
(file pics) pic.twitter.com/rKXxUgtucl
— ANI (@ANI) October 5, 2023
રણબીર કપૂરે માંગ્યું એક્સ્ટેંશન
મહાદેવ સટ્ટાબાજી એપ મની-લોન્ડરિંગ કેસમાં ઇડીએ રણબીર કપૂરને સમન્સ પાઠવ્યા હતા અને અભિનેતા ને 6 ઓક્ટોબરે એજન્સીની રાયપુર ઑફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ રણબીર કપૂરે બે અઠવાડિયાનો સમય વધારવા માટે કહ્યું છે. આ એક્સ્ટેંશન કયા કારણો સર માંગવામાં આવ્યું છે તે પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: લગ્નમાં પરફોર્મ કરવું રણબીર કપૂર ને પડ્યું ભારે, આ કેસ ના સંદર્ભ માં ED એ અભિનેતા ને મોકલ્યું સમન્સ, 6 ઓક્ટોબરે થશે પૂછતાછ, જાણો સમગ્ર મામલો