Site icon

ED summons: રણબીર કપૂર બાદ હવે આ સેલેબ્સ આવ્યા ઇડીની રડાર પર, ‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજી ની એપ ના મામલામાં પાઠવ્યા સમન્સ

ED summons: રણબીર કપૂર બાદ હવે 'મહાદેવ બુક' ઓનલાઈન સટ્ટાબાજીની એપના મામલામાં કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 6 ઓક્ટોબર ના રોજ રણબીર કપૂર ની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

after ranbir kapoor ED issued summons these celebs in the case of 'Mahadev Book' online betting app

after ranbir kapoor ED issued summons these celebs in the case of 'Mahadev Book' online betting app

News Continuous Bureau | Mumbai

ED summons: હાલમાં જ ઇડી દ્વારા અભિનેતા રણબીર કપૂરને સમન્સ મોકલ્યા બાદ ED એ વધુ ત્રણ સ્ટાર્સને સમન્સ પાઠવ્યા છે. આ સ્ટાર્સ માં કોમેડી કિંગ કપિલ શર્મા, બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી શ્રદ્ધા કપૂર, ટીવી એક્ટ્રેસ હિના ખાન અને નો સમાવેશ થાય છે. રણબીર કપૂર બાદ હવે ‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજીની એપના મામલામાં ચારેય સ્ટાર્સને સમન્સ મોકલવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

 

રણબીર કપૂર સિવાય બીજા ત્રણ સ્ટાર ને ઇડી એ મોકલ્યા સમન્સ 

અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રી હિના ખાન અને હુમા કુરેશી તેમજ શ્રદ્ધા કપૂરને મહાદેવ સટ્ટાબાજી ની મની-લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. કુલ 100 ઓનલાઈન સટ્ટાબાજી ની એપ ઈડીના રડાર પર છે.ED સૂત્રોએ જણાવ્યું કે ‘એજન્સીએ સેલેબ્સ પર મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સ પાસેથી તેમના ઉત્પાદનોને વર્ચ્યુઅલ સ્પેસમાં પ્રમોટ કરવા માટે પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સેલિબ્રિટી અને પ્રભાવશાળી લોકો સહિત લગભગ 100 લોકો આ કેસમાં EDની તપાસ હેઠળ છે અને તેમને પણ ટૂંક સમયમાં સમન્સ મોકલવામાં આવશે.’ 

રણબીર કપૂરે માંગ્યું એક્સ્ટેંશન 

મહાદેવ સટ્ટાબાજી એપ મની-લોન્ડરિંગ કેસમાં ઇડીએ રણબીર કપૂરને સમન્સ પાઠવ્યા હતા અને અભિનેતા ને 6 ઓક્ટોબરે એજન્સીની રાયપુર ઑફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ રણબીર કપૂરે બે અઠવાડિયાનો સમય વધારવા માટે કહ્યું છે. આ એક્સ્ટેંશન કયા કારણો સર માંગવામાં આવ્યું છે તે પાછળનું કારણ જાણવા મળ્યું નથી. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: લગ્નમાં પરફોર્મ કરવું રણબીર કપૂર ને પડ્યું ભારે, આ કેસ ના સંદર્ભ માં ED એ અભિનેતા ને મોકલ્યું સમન્સ, 6 ઓક્ટોબરે થશે પૂછતાછ, જાણો સમગ્ર મામલો

 

Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Ikkis Movie Review: ‘ઈક્કીસ’ રિવ્યૂ: એક્શન, ઈમોશન અને દેશભક્તિનો જોશ; ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ આંખોમાં આંસુ લાવી દેશે.
TV TRP List 2026: TRP ચાર્ટમાં મોટો ધડાકો: ‘અનુપમા’નું શાસન ખતમ! સ્મૃતિ ઈરાનીના શોએ છીનવી લીધો નંબર ૧નો તાજ
Exit mobile version