News Continuous Bureau | Mumbai
Triptii dimri: ફિલ્મ આશિકી 3 ની લીડ અભિનેત્રી વિશે ઘણા સમય થી ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મ માં કાર્તિક આર્યન ને પસંદ કરવામાં આવ્યો છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે એનિમલ ફેમ અભિનેત્રી તૃપ્તિ ડીમરી ને આશિકી 3 ની લીડ અભિનેત્રી તરીકે ફાઇનલ કરવામાં આવી છે. એનિમલ ફિલ્મ માં રણબીર કપૂર સાથે રોમાન્સ કર્યા બાદ તૃપ્તિ ડિમરી હવે કાર્તિક આર્યન સાથે ઇશ્ક લડાવશે.
આશિકી 3 માં થઇ તૃપ્તિ ડીમરી ની એન્ટ્રી
ફિલ્મની નજીકના એક સૂત્રએ મીડિયા ને જણાવ્યું કે, “એનિમલની ઐતિહાસિક સફળતા બાદ તૃપ્તિ ટોક ઓફ ધ ટાઉન બની છે. નિર્માતાઓને લાગે છે કે તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન પર આગ લગાવશે. આ જ કારણ છે કે છેલ્લા ઘણા દિવસોથી મેકર્સ આ વિશે ચર્ચા કરી રહ્યા હતા. હવે નિર્માતાઓએ તેને મંજૂરી આપી છે અને મુખ્ય ભૂમિકા માટે તૃપ્તિને સાઈન કરી છે.”
View this post on Instagram
સૂત્ર એ વધુમાં જણાવ્યું કે, “અનુરાગ બાસુ ‘આશિકી’ના ત્રીજા ભાગનું નિર્દેશન કરશે. તેનું શૂટિંગ 2024ના પહેલા ક્વાર્ટરમાં શરૂ થશે. ફિલ્મ માટે બાકીની સ્ટારકાસ્ટ પણ ટૂંક સમયમાં પસંદ કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે ‘ભૂલ ભુલૈયા’ પછી કાર્તિક આર્યનની આ બીજી ફ્રેન્ચાઈઝી ફિલ્મ હશે.”
આ સમાચાર પણ વાંચો : Raha Kapoor : પહેલીવાર ફેન્સને જોવા મળી કપૂર પરિવારની લાડલી, રણબીર-આલિયાની દીકરી ‘રાહા’ પહેલીવાર આવી કેમેરાની સામે.. જુઓ વિડીયો..