News Continuous Bureau | Mumbai
Rashmika mandanna deep fake video: સોશિયલ મીડિયા પર રશ્મિકા મંડન્નાના ડીપફેક વિડિયો એ ધૂમ મચાવી હતી. લોકો આ વિસીયો જોઈ ગુસ્સે થયા હતા. તેમજ બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રશ્મિકા નું સમર્થન કરતા કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી. આ બધું જોતા માહિતી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં ડીપફેક અને તેના સર્જન અને પ્રસારને નિયંત્રિત કરતા કાનૂની નિયમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક્ટ, 2000 ની કલમ 66D ને ટાંકીને, સરકારી સલાહકારે જણાવ્યું હતું કે, ‘જે કોઈ પણ ગેજેટ્સ અથવા કમ્પ્યુટર દ્વારા છેતરપિંડી કરે છે તેને એક અવધિ સુધી કારાવાસ ની સજા ફટકારવામાં આવશે જે વધી ને ત્રણ વર્ષ પણ થઇ શકે છે.
શું કહે છે આઇટી એક્ટ
ભારતમાં, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 નો ઉપયોગ આવા ડિજિટલ ગુનાઓ, સોશિયલ મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ અથવા નકલી સમાચારો સાથે વ્યવહાર કરવા માટે થાય છે. લોકોની ગોપનીયતાની સુરક્ષા માટે આમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આઈટી એક્ટ હેઠળ પીડિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને, કોઈને બદનામ કરવા, તેની છબી ખરાબ કરવા અથવા નકલી વીડિયો બનાવવા માટે કોઈની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
PM @narendramodi ji’s Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet
Under the IT rules notified in April, 2023 – it is a legal obligation for platforms to
➡️ensure no misinformation is posted by any user AND
➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd
— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 6, 2023
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ખાતરી આપી હતી કે નરેન્દ્ર મોદી સરકાર ભારતીયોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. એપ્રિલ, 2023 માં સૂચિત આઇટી નિયમો હેઠળ, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે. જો આવું ભૂલથી થયું હોય તો 36 કલાકની અંદર ખોટી માહિતી દૂર કરવી જોઈએ. પીડિત વ્યક્તિ IPCની જોગવાઈઓ હેઠળ પ્લેટફોર્મને કોર્ટમાં લઈ જઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ના બોલ્ડ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર સનસનાટી,જાણો શું છે વિડીયો ની હકીકત