ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 1 મે 2021
શનિવાર
રણધીર કપૂરનું ચેમ્બુર સ્થિત ઘર વેચાવા જઈ રહ્યું છે. આ બંગલો તેના પિતા રાજ કપૂરે બંધાવ્યો હતો. રણધીર કપૂર તેના આ ઘરમાં રાજીવ કપૂર સાથે રહેતા હતા. પરંતુ રાજીવ કપૂર ના નિધન બાદ તેમને ત્યાં એકલું લાગવાથી તે ઘર વેચી રહ્યા છે. જોકે રાજીવ કપૂરની રાજીવ કપૂર ની ઈચ્છા હતી કે જ્યારે પણ આ ઘર વેચાય અને એમાંથી જે પૈસા આવે તે પાંચે ભાઈ બહેન એટલે કે રણધીર, રાજીવ, રિશી, રીતુ અને રીમા ને સરખે ભાગે વહેંચવામાં આવે.
અરે વાહ શું વાત છે!! મુંબઈને યુનિસ્કો ક્રિએટિવ સીટી ફોર ફિલ્મ નો દરજ્જો મળ્યો
રણધીર કપૂર હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. તેઓ કોરોનાગ્રસ્ત છે અને તેમને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન રણધીર કપૂરના ચેમ્બુર સ્થિત ઘરની વાત સામે આવી છે. આરકે સ્ટુડિયોની જેમ જ હવે રાજ કપૂરનો આ બંગલો પણ ઈતિહાસના પન્નાઓમાં ખોવાઈ જશે. કારણ કે રણધીર કપૂર આ ઘર વેચવા માટે કાઢ્યું છે.
નોંધનીય છે કે,વર્ષ 2017માં આઈકોનિક આરકે સ્ટુડિયોમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ખોટ જતાં કપૂર પરિવારે સ્ટુડિયોને વેચવા કાઢ્યો હતો. કપૂર પરિવારે આ સ્ટુડિયો ગોદરેજ બિલ્ડર્સને વેચ્યો હતો. બિલ્ડર્સે સ્ટુડિયો તોડીને અહીં અપાર્ટમેન્ટ્સ બાંધવાનું નક્કી કર્યું છે. ગોદરેજ બિલ્ડરે ‘આરકે’નો આઈકોનિક લોગો એમ ને એમ જ રાખવાનો નિર્ણય લીધો છે. આ અપાર્ટમેન્ટને બોલિવૂડ ટચ આપવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર પોતે કોરોનાના જીનોમ સિકવન્સ નું કરાવશે.