Site icon

સલમાનની ટાઈગર 3માં શાહરૂખ બાદ થઇ શકે છે આ બોલિવૂડ સુપરસ્ટાર ની એન્ટ્રી ; જાણો તે અભિનેતા કોણ હશે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022    
સોમવાર

ચાહકો વર્ષ 2022ની સૌથી બીગ બજેટ અને મોટા સ્ટાર્સની ફિલ્મ ટાઈગર 3ની રાહ જોઈ રહ્યા છે. ટાઇગર 3 માં સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે શાહરૂખ ખાનનો કેમિયો પણ છે. પરંતુ આ સાથે લેટેસ્ટ માહિતી આવી રહી છે કે રિતિક રોશન પણ સલમાન ખાન સાથે ટાઇગર 3માં ખાસ રોલમાં નજર આવી શકે છે.જો સલમાન ખાન પણ , રિતિક રોશન અને શાહરૂખ ખાન સાથે એક ફ્રેમ શેર કરતા જોવા મળશે તો બોલિવૂડના ચાહકો માટે તે એક મોટું સરપ્રાઈઝ હશે. યશ રાજ બેનર શાહરૂખ ખાન, સલમાન, કેટરિના કૈફ અને રિતિક રોશનને એકસાથે લાવવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મની રિલીઝ પહેલા રિતિક રોશનનો કેમિયો ફેન્સ માટે સરપ્રાઈઝ હશે.

જો જોવામાં આવે તો સૂર્યવંશી પછી ત્રણ હીરોનું ફ્રેમમાં એકસાથે આવવું એ હિટ ફોર્મ્યુલા બની ગઈ છે. ફિલ્મ સૂર્યવંશીની સૌથી મોટી યુએસપી અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહનું ક્યાંકને ક્યાંક સાથે આવવું રહ્યું છે. આવો જ નજારો સલમાન ખાનની ટાઈગર 3માં જોવા મળશે.એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, યશ રાજ બેનર એક જાસૂસી ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ટાઈગર બાદ શાહરૂખ ખાનને લઈને સિરીઝ ફિલ્મ બનાવવામાં આવશે. શક્ય છે કે પઠાણ ફિલ્મ હિટ થયા બાદ ટાઈગર સિરીઝની જેમ જ પઠાણ સિરીઝ પણ જોવા મળે. હૃતિક રોશનની વોર  સિરીઝ ફિલ્મની તૈયારીઓ કરી ચૂકી છે.

Join Our WhatsApp Community

ઓહ… સુપ્રસિદ્ધ કથ્થક નૃત્યના પંડિતનું નિધન થયું.

જેમ કે રોહિત શેટ્ટીની કોપ  ફિલ્મ સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી. એ જ રીતે યશરાજ બેનર પણ સલમાન, શાહરૂખ અને રિતિકને લઈને આવી જ ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યું છે. અત્યારે તમને જણાવી દઈએ કે હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી કે ટાઈગર 3માં શાહરૂખ ખાન બાદ હૃતિક રોશન એન્ટ્રી કરશે કે નહીં, હાલમાં ટાઈગર 3નું બજેટ 250 કરોડથી વધુ છે.આ વખતે હોલીવુડ લેવલના એક્શન સીન્સની સાથે કેટરિના કૈફ પણ જોરદાર એક્શન સીન્સ આપતી જોવા મળશે. સલમાન ખાનની ટાઈગર બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક છે. ટાઈગર 3ની કમાણીનો આંકડો પણ 300 કરોડને પાર કરી જવાની આશા છે.

Shahrukh khan: મન્નત નહીં, આ જગ્યા એ ફેન્સને મળ્યો શાહરુખ ખાન, જન્મદિવસે આપી ખાસ ઝલક
KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Exit mobile version