Site icon

‘RRR’ પછી હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ પણ સામેલ થઇ ઓસ્કારની રેસમાં, નિર્માતા એ સબમિટ કર્યું નોમિનેશન ફોર્મ

SS રાજામૌલીની 'RRR' પછી, રિષભ શેટ્ટીની 'કાંતારા' એ ઓસ્કાર 2023 માટે નોમિનેશન સબમિટ કર્યા છે. ફિલ્મના નિર્માતાઓએ મોટા સમાચારની પુષ્ટિ કરી છે.

after ss rajamouli rishabh shetty kantara sent for oscar consideration

'RRR' પછી હવે આ બ્લોકબસ્ટર ફિલ્મ પણ સામેલ થઇ ઓસ્કારની રેસમાં, નિર્માતા એ સબમિટ કર્યું નોમિનેશન ફોર્મ

News Continuous Bureau | Mumbai

સાઉથની ફિલ્મો માત્ર બોક્સ ઓફિસ પર જ ધૂમ મચાવી રહી નથી, પરંતુ અન્ય ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી રહી છે. ઋષભ શેટ્ટી ( rishabh shetty )  દ્વારા દિગ્દર્શિત અને અભિનીત કન્નડ ફિલ્મ ‘કાંતારા’ ( kantara ) એ તેની હિન્દી રિલીઝ પછી પણ સ્થાનિક બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો છે અને હવે એવી માહિતી આવી રહી છે કે આ ફિલ્મને ઓસ્કાર નોમિનેશન માટે પણ મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા રાજામૌલીની ( ss rajamouli )  ફિલ્મ ‘RRR’ને પણ ઓસ્કાર નોમિનેશન ( oscar consideration ) માટે મોકલવામાં આવી હતી, જોકે આ ફિલ્મની પસંદગી થઈ શકી ન હતી. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે આ યાદીમાં ‘કાંતારા’નું નામ સામેલ થઈ શકે છે.

Join Our WhatsApp Community

 ફિલ્મ ના નિર્માતા એ આપી માહિતી

એક મીડિયા જૂથ સાથે વાત કરતા હોમ્બલ પ્રોડક્શન્સના સ્થાપક વિજય કિરાંગદુરે જણાવ્યું હતું કે, “અમે ‘કાંતારા’ માટે ઓસ્કાર માટે અરજી કરી છે, જોકે અંતિમ નામાંકન હજુ બાકી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘કાંતારા’ એક વાર્તા તરીકે એટલી ઊંડી છે કે અમને આશા છે કે, અમને આશા છે કે તેને સમગ્ર વિશ્વમાં પણ પ્રેમ મળશે..” તમને જણાવી દઈએ કે ‘કાંતારા’ ફિલ્મનું નિર્માણ હોમ્બલ ફિલ્મ્સ હેઠળ કરવામાં આવ્યું છે.રિષભ શેટ્ટીની ‘કાંતારા’ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટી વાત બની ગઈ છે. તે બાહુબલી, કેજીએફ, આરઆરઆર અને પુષ્પા સાથે એ-લીગ ક્લબમાં જોડાઈ છે. તે દરેક ખૂણે પહોંચી ગયું છે અને માત્ર પ્રેક્ષકો તરફથી જ નહીં પરંતુ સેલેબ્સ, ક્રિકેટરો અને રાજકારણીઓ તરફથી પણ પ્રશંસા મેળવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Bank Holiday : નવા વર્ષના પહેલા મહિનામાં 11 દિવસ બેંક રહેશે બંધ, જુઓ સંપૂર્ણ યાદી…

કેવી છે ફિલ્મ ‘કાંતારા’

આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે ‘દૈવા કોલા’ની આસપાસ ફરે છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં થનારી આ પૂજા પરની ફિલ્મને 2022માં રિલીઝ થનારી શ્રેષ્ઠ ભારતીય ફિલ્મોમાંની એક તરીકે ગણવામાં આવી છે. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે, સપ્તમી ગૌડા, કિશોર, અચ્યુથ કુમાર, પ્રમોદ શેટ્ટી પણ મહત્વની ભૂમિકામાં છે. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે હોમ્બલ ફિલ્મ્સ દ્વારા બેંકરોલ કરાયેલ ‘કાંતારા’ ની ટૂંક સમયમાં સિક્વલ બનવા જઈ રહી છે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version