Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ

Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ સુપર કમાન્ડો ધ્રુવ અને ડોગા પર આધારિત ફિલ્મો માટે આર્યન ખાન અને રાજ કોમિક્સ વચ્ચે ડીલ ફાઈનલ થઇ છે.

by Zalak Parikh
After 'The Ba***ds of Bollywood', Aryan Khan to Direct Raj Comics Superhero Universe

News Continuous Bureau | Mumbai

Aryan Khan: શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન  પોતાની પહેલી વેબ સિરીઝ ‘ધ બેડસ ઓફ બોલિવૂડ’ની સફળતા પછી હવે રાજ કોમિક્સ ના સુપરહીરોને લઈને એક નવું સિનેમેટિક યુનિવર્સ શરૂ કરવા જઈ રહ્યો છે. આ યુનિવર્સમાં સુપર કમાન્ડો ધ્રુવ, ડોગા અને નાગરાજ જેવા લોકપ્રિય પાત્રો જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Anit Padda: મેડોકની હોરર કોમેડી ‘શક્તિ શાલિની’ માં કેમ થઈ અનીત પડ્ડાની પસંદગી? ડિરેક્ટર અમર કૌશિકે કર્યો ખુલાસો

સુપરહીરો યુનિવર્સની શરૂઆત ધ્રુવથી

મીડિયા રિપોર્ટ અનુસાર, આર્યન ખાનની આગામી ફિલ્મ સુપર કમાન્ડો ધ્રુવ પર આધારિત હશે. આ ફિલ્મમાં લીડ રોલ માટે લક્ષ્ય ને પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મની જાહેરાત જાન્યુઆરી 2026માં થશે અને શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ થશે. ડિસેમ્બર 2026માં ફિલ્મ રિલીઝ થવાની શક્યતા છે.રાજ કોમિક્સના માલિક સંજય અને મનોજ ગુપ્તા વચ્ચે વર્ષોથી ચાલી રહેલા વિવાદને આર્યન ખાને સમાપ્ત કરાવ્યો છે. હવે બંને ભાઈઓ ફિલ્મના હક્ક માટે સહમતી પર આવી ગયા છે. ડોગા પર આધારિત બીજી ફિલ્મની સ્ક્રિપ્ટિંગ અને કાસ્ટિંગ પણ ચાલુ છે.

 

View this post on Instagram

 

A post shared by Film Window (@film.window)


સોશિયલ મીડિયા પર ફેન્સે આ સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે. એક યુઝરે લખ્યું: “બાળપણથી રાજ કોમિક્સ ના પાત્રોનો ફેન છું. હવે ધ્રુવ અને ડોગાને સ્ક્રીન પર જોવું સપનાની જેમ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More