Site icon

The Terror Report: શું ‘ધ ટેરર રિપોર્ટ’ ખોલશે POK ના કાળા રહસ્યો? એકતા કપૂરે કરી મોટી જાહેરાત; સોશિયલ મીડિયા પર અત્યારથી જ શરૂ થઈ ચર્ચા

The Terror Report: ‘શેરશાહ’ ફેમ ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન સંભાળશે નિર્દેશનની કમાન; ૧૯૯૮ થી ૨૦૨૫ સુધીની POK ની અસલી ઘટનાઓ પર આધારિત હશે ફિલ્મ, ટીઝર થયું વાયરલ.

After The Sabarmati Report, Ekta Kapoor Announces 'The Terror Report': A Bold Film on POK Directed by Shershaah Fame Vishnu Varadhan

After The Sabarmati Report, Ekta Kapoor Announces 'The Terror Report': A Bold Film on POK Directed by Shershaah Fame Vishnu Varadhan

News Continuous Bureau | Mumbai

The Terror Report: બોલીવુડની જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂરે પોતાની આગામી ફિલ્મ ‘ધ ટેરર રિપોર્ટ’  ની જાહેરાત કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’ માં ગોધરા કાંડના સત્યને ઉજાગર કર્યા બાદ, હવે એકતા કપૂર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (POK) અને ત્યાં ચલાવવામાં આવેલા ગુપ્ત ઓપરેશન્સની વાર્તા દર્શકો સમક્ષ લાવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar 2 Viral Video: ‘ધુરંધર 2’ જોવા માટે યુવતીએ લગાવ્યો એવો જુગાડ કે જોઈને તમે પણ માથું ખંજવાળશો

ટીઝર વીડિયોમાં શું છે ખાસ?

એકતા કપૂરે શેર કરેલા એનાઉન્સમેન્ટ વીડિયોની શરૂઆત ‘ધ સાબરમતી રિપોર્ટ’ ની ઝલકથી થાય છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તે અંશો પણ સામેલ છે જેમાં તેમણે પાછલી ફિલ્મની પ્રશંસા કરી હતી. એકતાએ કેપ્શનમાં લખ્યું છે, “POK થી લઈને ઓપરેશન સિંદૂર સુધી, સત્ય તમારી કલ્પના કરતા પણ મોટું છે.” આ ફિલ્મ પહેલા કરતા વધુ નીડર, બોલ્ડ અને મજબૂત હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


આ ફિલ્મ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ ૧૯૯૮ થી ૨૦૨૫ દરમિયાન POK ની આસપાસ બનેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હશે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદ અને ત્યાં ભારતીય એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા મહત્વના ઓપરેશન્સ. ‘શેરશાહ’ જેવી સુપરહિટ વોર ફિલ્મ આપનાર ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન આ થ્રિલર ફિલ્મનું નિર્દેશન કરશે.આ ફિલ્મમાં એકતા કપૂરની સાથે શોભા કપૂર, તનુજ ગર્ગ, અતુલ કસબેકર અને જાણીતા પત્રકાર સુધીર ચૌધરી નિર્માતા તરીકે જોડાયેલા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version