News Continuous Bureau | Mumbai
Prabhas: પ્રભાસ ની ફિલ્મ સાલાર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મ સાલાર વર્ષ 2023 ની હિટ ફિલ્મ માની એક હતી. આ ફિલ્મ ની સફળતા એ પ્રભાસ ને ફરી એકવાર સુપરસ્ટાર નું બિરુદ અપાવ્યું. આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ બંધ ની વચ્ચે પ્રભાસ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા માં એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રભાસ કામમાંથી થોડો બ્રેક લઈ રહ્યો છે.
પ્રભાસ લઇ રહ્યો છે કામમાંથી બ્રેક
મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રભાસે તેની એક્ટિંગ કરિયર માંથી બ્રેક લીધો છે, પરંતુ ટૂંકા ગાળા માટે. રિપોર્ટ મુજબ પ્રભાસે પોતાના મનને તાજું કરવા અને સ્વાસ્થ્યના કારણોસર બ્રેક લીધો છે. આ સાથે જોડાયેલ સૂત્રનું કહેવું છે કે ‘પ્રભાસને જે પ્રેમ મળ્યો છે તેનાથી તે અભિભૂત છે. સાલારને મળેલો રિવ્યુ એક્ટર માટે પણ ખાસ છે કારણ કે તે 6 વર્ષની સતત નિષ્ફળતા પછી આવ્યો છે. પ્રભાસ તેની કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને તેના જીવનમાં થોડી વધુ ઉર્જા દાખલ કરવા માટે બ્રેક લેવા માંગે છે. જેથી તે આગળ વધી શકે.’ આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન, પ્રભાસ તેની એક સર્જરી માટે યુરોપ જઈ શકે છે, કારણ કે તે તેની એક ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. આ પછી પ્રભાસ માર્ચમાં ફરી કામ શરૂ કરશે.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor filmfare 2024: રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરી એ લગાવી સ્ટેજ પર આગ, બંનેની કેમેસ્ટ્રી જોઈ ચાહકો ને આવી એનિમલ ની યાદ