ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક બોલિવૂડની હસ્તીઓ ને કોરોના થઈ રહ્યો છે. આવા સમયે એવી માહિતી સામે આવી છે કે ફિલ્મ જગતના અભિનેતા મોહન જોષી ને કોરોના થયો છે. તેઓની તબિયત ખરાબ થયા બાદ તેમણે પોતાની જાતને quarantine કર્યા છે. ઉલ્લેખનીય છે કે તેમણે કોરોનાની વેક્સિન ના બંને ડોઝ લઈ લીધા છે. તેમ છતાં તેમને કોરોના થયો છે.
હાલ તેઓ ગોવામાં મરાઠી સિરિયલ 'આગંબાઇ સુનબાઈ' નું શૂટિંગ કરી રહ્યા છે. બરાબર તે સમયે તેમને કોરોના ના લક્ષણ દેખાયા.
હવે માઉન્ટ એવરેસ્ટ પર પણ બાઉન્ડ્રી લાઇન, ચીન ભરશે આ પગલું.
ઉલ્લેખનીય છે કે ગોવામાં અત્યારે અનેક ફિલ્મસ્ટારો શૂટ કરી રહ્યા છે પરંતુ એક પછી એક બધાને કોરોના થયાના સમાચાર આવી રહ્યા છે.