News Continuous Bureau | Mumbai
Agastya nanda: અગસ્ત્ય નંદા એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ થી માત્ર અગસ્ત્ય જ નહીં પરંતુ સુહાના ખાન ને ખુશી કપૂરે પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ મોટા પડદા પર નહીં પરંતુ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બોલિવૂડ નો નવો હેન્ડસમ હંક અગસ્ત્ય નંદા તાજેતરમાં જ મેરી ક્રિસમસ ના સ્ક્રીનિંગ માં જોવા મળ્યો હતો અહીં તેને તેના દેખાવ થી લોકો ને પ્રભાવિત કર્યા હતા. અગસ્ત્ય ની ફેન ફોલોઈંગ વધતા તેણે ઈન્સ્ટાગ્રામ પર આવવું પડ્યું. તેથી, અભિનેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પણ ડેબ્યુ કર્યું છે.
અગસ્ત્ય નંદા નું ઇન્સ્ટાગ્રામ ડેબ્યુ
શ્વેતા નંદા ના પુત્ર અગસ્ત્ય નંદા એ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યું છે. તેથી હવે અગસ્ત્ય ના ચાહકો અભિનેતા ને લગતી અપડેટ્સ મેળવી શકશે. અગસ્ત્ય નંદા ની માતા શ્વેતા નંદાએ એક ફોટો શેર કરી ને ચાહકો સાથે અગસ્ત્યનું આઈડી શેર કર્યું છે. આ સ્થિતિમાં તેની ધ આર્ચીઝ કો-સ્ટાર અને કથિત ગર્લફ્રેન્ડ સુહાના ખાન અગસ્ત્ય નંદાની પહેલી ફોલોઅર બની ગઈ છે. સુહાના સિવાય ગૌરી ખાને પણ અગસ્ત્ય નંદાને હગ અને કિસના ઈમોજીસ મોકલ્યા હતા. અગસ્ત્યની બહેન નવ્યા નંદાએ પણ ઇન્સ્ટા પર તેને આવકારતા ગળે લગાવતા ઇમોજીસ મોકલ્યા હતા.આ ઉપરાંત અગસ્ત્ય ના મામા અભિષેક બચ્ચને પણ તેને હગ નું ઈમોજી મોકલ્યું છે.
અગસ્ત્ય નંદા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેતા જલ્દી જ ફિલ્મ એકિસનું શૂટિંગ શરૂ કરશે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીરામ રાઘવને ફિલ્મમાં અરુણ ખેત્રપાલની ભૂમિકા માટે અગસ્ત્ય નંદાને કાસ્ટ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sanjay Dutt Daughter Trishala: સંજય દત્ત ની દીકરી ત્રિશલા આવી લાઇમલાઇટમાં, આસ્ક મી સેશન દરમિયાન જાહેર કરી આવી ઈચ્છા
