Site icon

Agastya nanda: અગસ્ત્ય નંદા આ બીમારી થી છે પરેશાન, વારસામાં મળ્યો છે તેને આ ડિસીઝ, અભિનેતા એ પોતે કર્યો ખુલાસો

Agastya nanda: અગસ્ત્ય નંદા તેની બહેન નવ્યા નવેલી નંદા ના પોડકાસ્ટ વોટ થઈ હેલ નવ્યા માં મેહમાન બની ને આવ્યો હતો. આ દરમિયાન તેને ઘણા ખુલાસા કર્યા હતા.

agastya nanda revealed his disease he has eczema

agastya nanda revealed his disease he has eczema

News Continuous Bureau | Mumbai 

Agastya nanda: અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન નો દીકરો છે. હાલમાં જ અગસ્ત્ય તેની બહેન ના પોડકાસ્ટ વોટ ધ હેલ નવ્યા માં મેહમાન બની ને આવ્યો હતો. આ દરમિયાન અગસ્ત્ય એ ઘણા ખુલાસા કર્યા હતા. તેમજ આ પોડકાસ્ટ માં તેને તેની સ્કિન પ્રોબ્લેમ વિશે પણ વાત કરી હતી જે તેને તેની માતા તરફ થી વારસામાં મળી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Lahore 1947: લાહોર 1947 માં થઇ મિર્ઝાપુર ના આ અભિનેતા ની એન્ટ્રી, સની દેઓલ ની ફિલ્મ માં ભજવશે મહત્વ ની ભૂમિકા

અગસ્ત્ય એ કર્યો તેની બીમારી નો ખુલાસો 

નવ્યા નવેલી નંદા એ વોટ ધ હેલ નવ્યા ની હોસ્ટ છે નવ્યા એ તેના લેટેસ્ટ એપિસોડ માં તેના ભાઈ અગસ્ત્ય ને મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન નવ્યાએ અગસ્ત્યને પૂછ્યું કે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે તમે કોની સલાહ લેશો. જનો અગસ્ત્યએ જવાબ આપ્યો, ‘હું મારી માતા પાસેથી સલાહ લઈશ, પરંતુ અહીં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે હું જે ચામડીના રોગથી પીડિત છું તે પણ મારી માતા તરફથી વારસામાં મળ્યો છે.હું જાણું છું કે માતાએ મને જાણી જોઈને ‘એક્ઝિમા’ નથી આપ્યું. તેમને પણ આ સમસ્યા છે. આ એક ખરાબ રોગ છે. હું ઈચ્છું છું કે લોકોને પણ આ બીમારી વિશે જાગૃત કરવામાં આવે.’ આ ઉપરાંત નવ્યા એ અગસ્ત્ય ને પૂછ્યું, ‘તમે તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખો છો.’ ત્યારે અગસ્ત્યએ કહ્યું, ‘હું માત્ર ફેસ વોશ, ફેસ ક્રીમ અને સનસ્ક્રીન જ વાપરું છું. આનાથી વધુ હું કંઈ જાણતો નથી.’


ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના શૂટિંગ દરમિયાન અગસ્ત્ય પોતાની ત્વચાને કારણે અસુરક્ષિત અનુભવતો હતો. તમને જણાવી દઈએ કે, ઝોયા અખ્તરની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સુહાના ખાન અને ખુશી કપૂરે પણ કામ કર્યું હતું. અગસ્ત્ય હવે ફિલ્મ ‘ઈક્કીસ’માં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version