News Continuous Bureau | Mumbai
Agastya nanda: ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા એ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ થી સુહાના ખાન અને ખુશી કપૂરે પણ ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. હવે અગસ્ત્ય નંદા ને લઇ ને એક મોટા સમાચાર સામે આવ્યા છે.એવું કહેવાય છે કે ‘ધ આર્ચીઝ’ પછી અગસ્ત્યના હાથમાં બીજી મોટી ફિલ્મ આવી ગઈ છે. અગસ્ત્ય ડિરેક્ટર શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઈક્કીસ’માં લીડ રોલમાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
અગસ્ત્ય નંદા ભજવશે આર્મી ઓફિસર ની ભૂમિકા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અગસ્ત્ય નંદા શ્રીરામ રાઘવનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઈક્કીસ’ માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર,’ધ આર્ચીઝ’ પછી અગસ્ત્ય અરુણ ખેતરપાલ ના પાત્ર માટે પોતાની બોડી લેંગ્વેજ સુધારવામાં વ્યસ્ત છે. આ માટે અભિનેતાએ પ્રશિક્ષણની સાથે સાથે ઘણી એક્ટિંગ વર્કશોપમાં ભાગ લીધો છે. ફિલ્મ ‘ઈક્કીસ’ ના દિગ્દર્શક ઈચ્છતા હતા કે અગસ્ત્ય યુદ્ધમાં શહીદ થયેલા અરુણ ખેતરપાલ ની ભૂમિકા ભજવે. તેમના મતે અગસ્ત્ય આ રોલમાં ફિટ બેસે છે.
આ સમાચાર પણ વાંચો : KBC 15 The archies: કેબીસી ના મંચ પર પહોંચી ધ આર્ચીઝ ની ટિમ, અગસ્ત્ય નંદા અને સુહાના લગાવવા ગયા લાગવગ તો અમિતાભ બચ્ચને આ રીતે લગાવી બંને ની ક્લાસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિનાઓની તૈયારી બાદ શ્રીરામ અને અગસ્ત્ય હવે 1971ના યુદ્ધની વાર્તાને મોટા પડદા પર લાવવાની યાત્રા શરૂ કરવા માટે તૈયાર છે.કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ઇક્કીસ’નું શૂટિંગ જાન્યુઆરી 2024માં શરૂ થશે. દિનેશ વિજન આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અગસ્ત્ય ઉપરાંત ધર્મેન્દ્ર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.