Ahaan Panday and Aneet Padda અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડીનું કમબેક! મોહિત સૂરીની નવી ફિલ્મથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ, જાણો સંપૂર્ણ વિગત

Ahaan Panday and Aneet Padda યશરાજ ફિલ્મ્સ (YRF) અને મોહિત સૂરીની જોડી લાવશે વધુ એક ઈન્ટેન્સ રોમેન્ટિક ફિલ્મ વર્ષ 2027 માં સિનેમાઘરોમાં રિલીઝ થશે મૂવી

by Zalak Parikh
Ahaan Panday and Aneet Padda અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડીનું કમબેક! મોહિત સૂરીની નવી ફિલ્મથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ, જાણો સંપૂર્ણ વિગત

 

News Continuous Bureau | Mumbai

Ahaan Panday and Aneet Padda વર્ષ 2025 ની સૌથી સફળ ફિલ્મોમાંની એક ‘સૈયારા’ પછી દિગ્દર્શક મોહિત સૂરી ફરી એકવાર ધમાકો કરવા તૈયાર છે. મોહિત સૂરીએ પોતાની હિટ જોડી અહાન પાંડે અને અનીત પડ્ડા સાથે ફરી હાથ મિલાવ્યા છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી આ નવી ફિલ્મ એક હૃદયસ્પર્શી લવ સ્ટોરી હશે. ‘સૈયારા’ ફિલ્મમાં અહાન અને અનીતની કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા અને રેકોર્ડબ્રેક કમાણી કરી હતી, ત્યારે હવે આ નવી ફિલ્મથી ફરી એકવાર તેવી જ અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે.

વર્ષ 2027 માં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

મોહિત સૂરીના નિર્દેશનમાં બનનારી આ નવી ફિલ્મ એક ‘ઈન્ટેન્સ રોમાન્સ’ હશે. ફિલ્મની વાર્તા લાગણીઓ અને યાદગાર સફર પર આધારિત હશે, જેમાં સંગીતની ખૂબ જ મહત્વની ભૂમિકા રહેશે. યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાનીએ આ પ્રોજેક્ટ વિશે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહાન અને અનીત અત્યારે યુવા પેઢી (Gen-Z) ની ફેવરિટ જોડી છે. મેકર્સ આ ફિલ્મને વર્ષ 2027 માં મોટા પાયે રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. ફિલ્મના સંગીતને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

મોહિત સૂરી માટે આ પ્રોજેક્ટ ‘ઘર વાપસી’ જેવો

ફિલ્મની જાહેરાત કરતા મોહિત સૂરીએ જણાવ્યું હતું કે લવ સ્ટોરીઝ હંમેશા તેમના હૃદયની નજીક રહી છે. તેમણે કહ્યું, “જ્યારે લાગણીઓ એટલી ઊંડી હોય કે તેને નજરઅંદાજ ન કરી શકાય, ત્યારે જ વાર્તા કહેવાની મજા આવે છે. ‘સૈયારા’ ની ટીમ સાથે ફરીથી કામ કરવું એ મારા માટે ઘર વાપસી જેવો અહેસાસ છે. હું ફરી એકવાર નવા કલાકારની જેમ ઉત્સાહિત છું.” મોહિત સૂરીની ફિલ્મો હંમેશા તેના શ્રેષ્ઠ ગીતો માટે જાણીતી હોય છે, તેથી આ ફિલ્મમાં પણ હિટ મ્યુઝિકની આશા છે.અહાન પાંડે અને અનીત પડ્ડા સ્ટારર આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે..

👉 આ સમાચાર વાચો:
Mumbai Drugs Seizure :મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલનો મોટો સપાટો સાકીનાકામાંથી ૨૬ લાખનું ડ્રગ્સ જપ્ત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More