News Continuous Bureau | Mumbai
Aishwarya and Abhishek: ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ દરમિયાન ફિલ્મ ની સ્પેશીયલ સ્ક્રિનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ઘણી બોલિવૂડ હસ્તીઓ એ ભાગ લીધો હતો. આ ફિલ્મ થી અગસ્ત્ય નંદા ડેબ્યુ કરી રહ્યો છે. અગસ્ત્ય નંદા ને ચીયર કરવા પૂરો બચ્ચન પરિવાર અને નંદા પરિવાર હાજર રહ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેકે પાપારાઝી ને સાથે પોઝ આપ્યા હતા. તેમજ ઐશ્વર્યા અગસ્ત્ય નંદા નો હોસલો વધારતી પણ જોવા મળી હતી.
ઐશ્વર્યા અને અભિષેકે સાથે આપ્યા પોઝ
ગઈ કાલે ‘ધ આર્ચીઝ’નું સ્ક્રિનિંગ યોજાયું હતું, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક ,ઐશ્વર્યા રાય, આરાધ્યા બચ્ચન, નવ્યા નવેલી નંદા, શ્વેતા બચ્ચન, જયા બચ્ચન, નિખિલ નંદા તેમજ પરિવારના અન્ય સભ્યો હાજર હતા. આ દરમિયાન પરિવારના મોટાભાગના સભ્યો બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેમજ પુરા પરિવારે અગસ્ત્ય નંદા સાથે પોઝ આપ્યા હતા.
આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યા અગસ્ત્ય નંદા ને ચીયર કરતા જોવા મળ્યા હતા.
પુરા બચ્ચન પરિવાર ને સાથે જોઈ એવું લાગે છે કે બચ્ચન પરિવાર સાથે ઐશ્વર્યાના અણબનાવના સમાચાર માત્ર અફવા છે. ઐશ્વર્યા તેના સાસરિયાઓથી ઘણી ખુશ છે.
આ સમાચાર પણ વાંચોઃ Aishwarya rai bachchan: અભિષેક બચ્ચન સાથે ના સંબંધ માં આવેલી ખટાશ ના સમાચાર વચ્ચે વાયરલ થયો ઐશ્વર્યા રાય બચ્ચન નો વિડીયો, આ વ્યક્તિ સાથે ઠુમકા લગાવતી જોવા મળી વિશ્વ સુંદરી
