News Continuous Bureau | Mumbai
Abhishek and Aishwarya rai: અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બરાબર ચાલી નથી રહ્યું. ઐશ્વર્યા અભિષેક નું ઘર જલસા છોડી માતા વૃંદા રાય સાથે રહે છે. બંને છૂટાછેડા લેવાના છે વગેરે વગેરે જેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ પહેલા બચ્ચન પરિવાર ફિલ્મ ધ આર્ચીઝ ના પ્રીમિયર માં એકસાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ આરાધ્યા ના સ્કૂલ ના એન્યુઅલ ડે માં પણ બચ્ચન પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા. હવે ફરી એક વાર બચ્ચન પરિવાર ના સભ્યો સાથે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, એક મેચ દરમિયાન, ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન અને આરાધ્યા બચ્ચન અભિષેક બચ્ચન અને તેની કબડ્ડી ટીમ જયપુર પિંક પેન્થર્સને ચીયર કરતા જોવા મળ્યા હતા.
અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા અમિતાભ બચ્ચન અને આરાધ્યા
તાજેતરમાં મુંબઈના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમમાં કબડ્ડી મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઐશ્વર્યા, અમિતાભ અને આરાધ્યાએ અભિષેક બચ્ચનની કબડ્ડી ટીમ પિંક પેન્થર્સ ને સપોર્ટ કરવા હાજરી આપી હતી. આખો બચ્ચન પરિવાર અભિષેક સાથે સ્ટેન્ડ પર બેઠો હતો અને બધાએ જયપુર ની જર્સી પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ પ્રસંગ ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં બચ્ચન પરિવારના સભ્યો ટીમને ચીયર કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચને તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રી સાથે મેચની મજા માણી હતી.
.@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩
Tune-in to #PUNvCHE in #PKLOnStarSports
Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r— Star Sports (@StarSportsIndia) January 6, 2024
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન બંટી વાલિયા સાથે જયપુર પિંક પેન્થર્સ નો સહ-માલિક છે. ટીમે 2014માં પ્રો કબડ્ડી લીગમાં રમવાનું શરૂ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Salman khan: ટાઇગર બાદ બબ્બર શેર બનશે સલમાન ખાન! આ પ્રખ્યાત નિર્દેશક ની આગામી ફિલ્મ માં જોવા મળી શકે છે ભાઈજાન