News Continuous Bureau | Mumbai
Aishwarya rai Devdas: ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત અને શાહરુખ ખાન ની વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘દેવદાસ’ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. ફિલ્મ પર સંજય લીલા ભણસાલી એ પાણી ની જેમ પૈસા ખર્ચ્યા હતા. ફિલ્મના સેટ, કોસ્ચ્યુમ અને સ્ટાર કાસ્ટ પાછળ ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. ફિલ્મ ‘દેવદાસ’ લગભગ 50 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. ફિલ્મના 6 સેટ બનાવવા માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર સેટ પર 42 જનરેટર અને 700 લાઇટમેનની મદદથી 30 લાખ વોટ વીજળી પૂરી પાડવામાં આવી હતી.પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યા ના રોલ પારો માટે સંજય લીલા ભણસાલી એ 600 સાડી ઓ ખરીદી હતી.
આ સમાચાર પણ વાંચો: Ramayana: નિતેશ તિવારી ની રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી, રણબીર કપૂર સાથેની તસવીર થઇ વાયરલ
ઐશ્વર્યા અને માધુરી ના કોસ્ચ્યુમ
ફિલ્મમાં ઐશ્વર્યા રાયે ડિઝાઈનર નીતા લુલ્લા દ્વારા ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા. આ માટે નીતા અને સંજય લીલા ભણસાલીએ પોતે કોલકાતામાં 600 સાડીઓ ખરીદી હતી. નીતા એ પોતે અલગ-અલગ સાડીઓ મિક્સ કરીને એક ખાસ સ્ટાઇલ બનાવી હતી.નીતા લુલ્લા ને ઐશ્વર્યા રાયને તૈયાર કરવામાં દરરોજ લગભગ ત્રણ કલાકનો સમય લાગતો હતો. પારો માટે 8 થી 9 મીટરની સાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
ફિલ્મ દેવદાસ ના ગીત ‘કાહે છેડે મોહે’ માટે માધુરી દીક્ષિતના આઉટફિટનું વજન 30 કિલો હતું. આ સાથે ડાન્સ કરવો તેના માટે સરળ ન હતો. આ ગીતમાં તેણે ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો લહેંગો પહેર્યો હતો, જેની કિંમત 15 લાખ રૂપિયાથી વધુ હતી. તમને જણાવી દઈએ કે આ ગીતના શૂટિંગ દરમિયાન માધુરી દીક્ષિત ગર્ભવતી હતી. આટલું હોવા છતાં તેણે કોઈ પણ ખચકાટ વગર શૂટિંગ પૂરું કર્યું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)