News Continuous Bureau | Mumbai
Aishwarya rai and Abhishek bachchan: અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન તેમના અંગત જીવન ને લઈને ચર્ચામાં છે. હાલમાંજ એવા સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચન નું ઘર જલસા છોડી દીધું છે. અને તે તેની માતા વૃંદા રાય સાથે રહી રહી છે. પરંતુ આ સમાચાર પર ઐશ્વર્યા અને અભિષેકે પાણી ફેરવ્યું હતું.ગઈકાલે કપલ એકસાથે આરાધ્યા બચ્ચન ના એન્યુઅલ ડે ના કાર્યક્રમ દરમિયાન સ્પોટ થયું હતું. અભિષેક ઐશ્વર્યા સાથે અમિતાભ બચ્ચન, અગસ્ત્ય નંદા અને વૃંદા રાય પર જોવા મળ્યા હતા. બચ્ચન પરિવાર ને સાથે જોતા એવું લાગતું હતું કે બંને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે.
ફરી સાથે જોવા મળ્યો બચ્ચન પરિવાર
બચ્ચન પરિવાર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ ના એન્યુઅલ ડે ના કાર્યક્રમ માં હાજરી આપવા પહોંચ્યો હતો. આ કાર્યક્રમ ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય તેની માતા વૃંદા રાય સાથે છે અને ત્યાં અભિષેક પણ આવે છે ને ઐશ્વર્યા ની માતા ને પ્રેમ થી મળે છે. આ દરમિયાન ઐશ્વર્યા પણ અગસ્ત્ય નંદા પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી. અમિતાભ બચ્ચન પણ ઐશ્વર્યા ની માતા વૃંદા રાય ને પ્રણામ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ પૂરો પરિવાર અંદર જતો જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 20 એપ્રિલ 2007ના રોજ થયા હતા. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ 16 નવેમ્બર, 2011 ના રોજ તેમની પુત્રી આરાધ્યાનું સ્વાગત કર્યું.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને આપી ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ પર પ્રતિક્રિયા, ભાણીયા અગસ્ત્ય નંદા અને ફિલ્મ ની ટિમ વિશે કહી આ વાત, જાણો બીજા સ્ટાર્સ એ ફિલ્મ વિશે શું કહ્યું