આરાધ્યાના જન્મ દિવસે આ સેલેબ્સે આપી હાજરી, દાદી જયા બચ્ચન પણ આવી નજર,તસવીરો થઇ વાયરલ,જુઓ સ્ટાર કિડ ની પાર્ટી ના ફોટો અને વિડીયો

Aishwarya Rai-abhishek bachchan celebrates aaradhya-birthday

 News Continuous Bureau | Mumbai

સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની (Amitabh Bachchan) પૌત્રી અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) પુત્રી આરાધ્યા બચ્ચનનો (Aaradhya Bachchan) 11મો જન્મદિવસ(Aaradhya birthday) ખૂબ જ ખાસ હતો. અભિષેક અને ઐશ્વર્યાએ તેમના પ્રિયજન માટે એક ભવ્ય પાર્ટી (birthday party) રાખી હતી, જેમાં ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. સેલિબ્રેશનની (celebrities) તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આરાધ્યાની દાદી જયા બચ્ચને (Jaya Bachchan) પણ પાર્ટીમાં હાજરી આપી હતી.

આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ 16 નવેમ્બરે હતો, પરંતુ બચ્ચન પરિવાર દ્વારા 19 નવેમ્બરે પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીનું આયોજન અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના ઘરે કર્યું હતું. આમાં સ્ટારિકાડ વ્હાઈટ કલરના ફ્રોકમાં  ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ડ્રેસ સાથે મેચ થતી હેરબેન્ડ પણ પહેરી હતી. જ્યારે એશ અને અભિષેકે પણ સફેદ આઉટફિટ (white outfit)પહેર્યા હતા. ત્રણેય ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. તેમજ અમિતાભ ની પુત્રી શ્વેતા બચ્ચન પણ સફેદ આઉટફિટ માં જોવા મળી હતી. જયારે જયા બચ્ચન બ્લુ આઉટફિટમાં (Jaya Bachchan blue outfit) જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો:  આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે! 

વાયરલ થઈ રહેલી તસવીરોમાં આરાધ્યા બચ્ચન કેક કાપતી જોવા મળી રહી છે. તેની આસપાસ બાળકોની ભારે ભીડ છે. અભિષેક તેની પુત્રીને તેના ગાલ પર પ્રેમથી ચુંબન કરતો જોવા મળે છે. જે બાદ તે તેની પત્ની ના  કપાળ અને ગાલ પર કિસ પણ કરે છે. જયા બચ્ચન પણ તેમની નજીક ઉભેલી જોવા મળે છે.

આ સેલિબ્રેશનમાં રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા ડિસોઝા અને બાળકો સાથે આવ્યો હતો. સોનાલી બેન્દ્રે અને ફિલ્મ નિર્માતા બંટી વાલિયા તેમની પત્ની અને બાળકો સાથે પાર્ટીમાં સામેલ થયા હતા. ઐશ્વર્યાની માતા વૃંદા રાય (Vrinda rai) પણ તેની નાતિન ના જન્મદિવસમાં હાજર રહી હતી. પરંતુ આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન જોવા  મળ્યા ન હતા.

આ સમાચાર પણ વાંચો: આ અભિનેત્રીનું 24 વર્ષની વયે થયું નિધન, બે વખત કેન્સરને હરાવ્યું પરંતુ હાર્ટ એટેકે લીધો જીવ

 

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!