Site icon

Aishwarya Rai and Abhishek Bachchan: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વેકેશન પર સાથે જોવા મળ્યા: ન્યૂયોર્કથી વાયરલ થઈ તસવીર, છૂટાછેડાની અફવાઓ પર મુકાયું પૂર્ણવિરામ

Aishwarya Rai and Abhishek Bachchan: બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરતું જોવા મળ્યું પાવર કપલ; પુત્રી આરાધ્યા સાથે નવા વર્ષની ઉજવણી માટે વિદેશ પહોંચ્યા, ફેન્સે કહ્યું - ‘કોઈની નજર ન લાગે’.

Aishwarya Rai and Abhishek Bachchan spotted vacationing in New York; Viral photo puts divorce rumors to rest as fans cheer for the couple

Aishwarya Rai and Abhishek Bachchan spotted vacationing in New York; Viral photo puts divorce rumors to rest as fans cheer for the couple

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai and Abhishek Bachchan:  બોલિવૂડનું સૌથી ચર્ચિત કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લાંબા સમય બાદ એકસાથે વેકેશન માણતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં બંને ન્યૂયોર્કના એક કેફેમાં એક ફેન સાથે જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે બંનેએ બ્લેક આઉટફિટ પહેર્યા છે, જે દર્શાવે છે કે તેમની વચ્ચે બધું જ બરાબર છે. અઠવાડિયા પહેલા જ આ કપલ પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર સ્પોટ થયું હતું, અને હવે વર્ષના છેલ્લા દિવસે તેમની આ તસવીરે ફેન્સના દિલ જીતી લીધા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Biggest Hit Film Of 2025: ‘ધુરંધર’ અને ‘છાવા’ પણ પાછળ છૂટી ગયા! ૨૦૨૫ની સૌથી મોટી હિટ બની આ ફિલ્મ, ,૫૦ લાખના બજેટ સામે ,૧૨૦ કરોડની કમાણી કરી સર્જ્યો ઈતિહાસ

અફવાઓ અને વાસ્તવિકતા

વર્ષ ૨૦૨૪ દરમિયાન ઐશ્વર્યા અને અભિષેક કેટલાક કાર્યક્રમોમાં અલગ-અલગ જોવા મળતા સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અટકળો તેજ થઈ હતી. જોકે, અભિષેક બચ્ચને અગાઉ આ વાતોને પાયાવિહોણી ગણાવી હતી. હવે ન્યૂયોર્ક વેકેશનની આ તસવીરે સાબિત કરી દીધું છે કે બચ્ચન પરિવારમાં સુખ-શાંતિ છે અને તેઓ એક પરિવાર તરીકે સાથે છે.સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતા જ યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું કે, “આ જોડીને કોઈની નજર ન લાગે,” તો કેટલાકે લખ્યું કે, “બંનેને સાથે જોઈને ખૂબ આનંદ થયો.” નવા વર્ષ પહેલા આ તસવીર બચ્ચન પરિવારના ચાહકો માટે કોઈ ભેટથી ઓછી નથી.


ઐશ્વર્યા અને અભિષેકની જોડી ફિલ્મ ‘ગુરુ’ના પ્રીમિયર બાદ ચર્ચામાં આવી હતી. ૨૦ એપ્રિલ ૨૦૦૭ના રોજ અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘પ્રતીક્ષા’ ખાતે હિન્દુ રીતિ-રિવાજ મુજબ તેમના લગ્ન થયા હતા. ૨૦૧૧માં તેમની પુત્રી આરાધ્યાનો જન્મ થયો. બોલિવૂડમાં આ જોડીને આદર્શ દંપતી માનવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Box Office Day 3: શાહિદ અને તૃપ્તિની ફ્રેશ જોડીએ મચાવી ધૂમ! ‘ઓ રોમિયો’ એ રાણી મુખર્જીની ‘મર્દાની 3’ ને પણ પાછળ છોડી; જાણો પહેલા વીકેન્ડનું કલેક્શન
Ranveer Singh Dhurandhar OTT : નેટફ્લિક્સ પર ‘ધુરંધર’ નો વર્લ્ડ રેકોર્ડ, ૧૧ દેશોમાં ટોપ ટ્રેન્ડિંગમાં રહી રણવીર સિંહે રચ્યો નવો કીર્તિમાન
Rehman Dakait Casting: અક્ષય ખન્ના નહીં પણ આ સુપરસ્ટાર બનવાનો હતો ‘રહેમાન ડકૈત’! જાણો શું છે હકીકત
Yash Toxic Release Postponed: ટોક્સિક VS ધુરંધર 2: શું ટળી જશે બોક્સ ઓફિસ પરનો આ મહાસંગ્રામ? જાણો કેમ યશની ફિલ્મ પોસ્ટપોન થવાની છે પૂરેપૂરી શક્યતા
Exit mobile version