News Continuous Bureau | Mumbai
Aaradhya Bachchan:બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય હાલમાં જ તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે અંબાણી પરિવારના ગણપતિની ઉજવણીમાં સામેલ થઈ હતી. આ ઈવેન્ટના ઐશ્વર્યા રાય અને આરાધ્યાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન બંને દેશી લુકમાં જોવા મળી હતી. લોકોને ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો આ લુક ઘણો પસંદ આવ્યો, પરંતુ ટ્રોલર્સ એ ફરી એકવાર ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનને ટ્રોલ કર્યા. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન અલગ-અલગ કારણોસર ટ્રોલ થઈ રહી છે. કેટલાક લુકને લઈને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાકને હેરસ્ટાઈલ પસંદ નથી આવી.
ઐશ્વર્યા રાય ની પુત્રી આરાધ્યા થઇ ટ્રોલ
ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન તાજેતરમાં અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યાએ બ્લુ ટોન્ડ સલવાર સૂટ પહેર્યો હતો. તો આરાધ્યાએ પણ આ જ પીળા કલરનો સૂટ પહેર્યો હતો. બંનેનો પંજાબી લુક આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો હતો. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન બંને એક જ લુકમાં જોવા મળ્યા હતા. આ ઈવેન્ટના ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન ના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેના પર ટ્રોલર્સ જોરદાર કમેન્ટ કરતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચનનો આ લુક ટ્રોલર્સ ને બિલકુલ પસંદ નથી આવી રહ્યો. તો કેટલાક યુઝર્સે આરાધ્યા બચ્ચનની હેરસ્ટાઈલ પર સવાલ ઉઠાવ્યા હતા. કોમેન્ટ કરતાં તેણે લખ્યું, ‘આરાધ્યા બચ્ચનની હેરસ્ટાઈલ ક્યારે બદલાશે?’ તો અન્ય એક યુઝરે લખ્યું, ‘આ કપાળ (ફોરહેડ)ક્યાં સુધી છુપાયેલું રહેશે?’ આ સિવાય ઘણા યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ પહેલા પણ ટ્રોલ થઇ ચુકી છે ઐશ્વર્યા ની પુત્રી આરાધ્યા
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન લાંબા સમયથી પોતાની હેરસ્ટાઈલને લઈને ટ્રોલ થઈ રહી છે. આરાધ્યા બચ્ચનના દરેક વીડિયોમાં યુઝર્સ તેની હેરસ્ટાઈલ બદલવાની માંગ કરતા જોવા મળે છે. આ સાથે આરાધ્યા બચ્ચન પણ તેની સ્ટાઈલને લઈને ઘણી ટ્રોલ થઈ છે.
આ સમાચાર પણ વાંચો: parineeti chopra and raghav chadha: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ના લગ્નની તૈયારીઓ થઇ શરૂ, દિલ્હીમાં રાજનેતાના ઘરે જોવા મળ્યો તામઝામ, જુઓ વિડિયો