News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan: તાજેતરમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નો એન્યુઅલ ડે યોજાયો હતો જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રીટી ના બાળકો એ સ્ટેજ પર પરમોન્સ આપ્યું હતું. એક તરફ સ્ટાર કિડ્સે તેમના વાર્ષિક ફંક્શનમાં પોતાના ધમાકેદાર પરફોર્મન્સથી બધાને પ્રભાવિત કર્યા હતા,તો બીજી તરફ તેમના પેરેન્ટ્સ ના ડાન્સે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અંબાણી સ્કૂલના વાર્ષિક સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન-અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, કરણ જોહર, શાહરૂખ ખાન અને તેમની પુત્રી સુહાના ખાન સહિત ઘણા સ્ટાર્સ એકસાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ઐશ્વર્યા એ પતિ અને સસરા સાથે કર્યો ડાન્સ
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંક્શનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ તેમના બાળકો નું પરફોર્મન્સ જોવા આ ઇવેન્ટ માં આવ્યા હતા. ઇવેન્ટ પૂરો થયા બાદ શાહરુખ ખાન ની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ નું ગીત ‘દીવાનગી દિવાનગી’ વગાડવામાં આવ્યું હતું , જેના પર તમામ સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરણ જોહર, શાહરુખ ખાન, સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
અફવાઓ વચ્ચે, ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
— aishwarya rai bachchan 💌 (@theaishverse) December 18, 2023
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ઐશ્વર્યા રાય બચ્ચન કરણ જોહર અને શાહરૂખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’ ના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai and Abhishek bachchan: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના છૂટાછેડા ના સમાચાર પર રેડાયું પાણી, સાથે હસતું જોવા મળ્યું કપલ,ઘરના આ મુખ્ય સભ્ય પણ થયા સાથે સ્પોટ