News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ને બોલિવૂડ નું ક્યૂટ કપલ ગણવામાં આવે છે. બંને એ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. અભિષેક અને ઐશ્વર્યા ને એક પુત્રી છે જેનું નામ આરાધ્યા છે. આરાધ્યા અવારનવાર તેની માતા ઐશ્વર્યા સાથે જોવા મળે છે. આરાધ્યા પણ માતા ઐશ્વર્યા ની જેમ લાઈમલાઈટમાં રહેતી હોય છે. હવે ઐશ્વર્યા અને આરાધ્યા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં માતા અને પુત્રી એક સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ઐશ્વર્યા અને આરાધ્યા નો ડાન્સ વિડીયો
ઐશવર્યા અને આરાધ્યા નો એક ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં માતા અને દીકરી બંને ગીત કયામત કયામત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન કેમેરાને જોઈને ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. પહેલા અભિનેત્રીએ પોતે ડાન્સ કરવાનું બંધ કર્યું, પછી તેણે તેની પુત્રી આરાધ્યાને પણ રોકી અને તેના ખભા પર હાથ રાખીને ઉભી રહી ગઈ.કહેવાય છે કે આ વિડીયો એક એવોર્ડ ફંક્શન નો છે જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા એ હાજરી આપી હતી.
અમિતાભ બચ્ચને જ્યારથી દીકરી ને પોતાનો બંગલો પ્રતીક્ષા ગિફ્ટ માં આપ્યો છે ત્યારથી બચ્ચન પરિવાર ચર્ચામાં છે. હવે અભિષક અને ઐશ્વર્યા ના સંબંધ માં ખટાશ ના સમાચાર પણ વહેતા થયા છે. જોકે આ સમાચાર માં કેટલી સચ્ચાઈ છે તે તો આવનાર સમય અને ખુદ અભિષેક અને ઐશ્વર્યા જ કહી શકશે.
આ સમાચાર પણ વાંચોઃ Animal box office collection: એનિમલ પર થયો પૈસા નો વરસાદ, રણબીર કપૂર ની ફિલ્મે રિલીઝ ના પહેલા જ દિવસે કરી અધધ આટલા કરોડ ની કમાણી