Site icon

મણિરત્નમની 500 કરોડની મૂવી ‘પોનીયિન સેલ્વન’ નો ઐશ્વર્યા રાય બચ્ચનનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 04 માર્ચ 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

ઐશ્વર્યા રાય બચ્ચનના ચાહકો લાંબા સમયથી તેની ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. અને આ રાહ હવે થોડો વધુ સમય લેશે. મણિરત્નમની તમિલ ફિલ્મ પોનીયિન સેલ્વન પાર્ટ 1નો ઐશ્વર્યા રાય બચ્ચનનો ફર્સ્ટ લૂક બહાર આવ્યો છે.આ જ નામની તમિલ નવલકથા પર આ ફિલ્મ બની રહી છે. જો કે, કેટલાક ચાહકો ચોક્કસપણે નિરાશ છે કે ઐશ્વર્યા રાય બચ્ચનનું હિન્દી ફિલ્મમાં પુનરાગમન નથી થઈ રહ્યું.પોનીયિન સેલ્વન 1955ની તમિલ નવલકથા પર આધારિત છે. આ પુસ્તક દક્ષિણના શક્તિશાળી ચોલા  વંશ અને તેના શાસક રાજારાજ ચોલા  ની વાર્તા છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય વિલનની ભૂમિકા ભજવી રહી છે.

રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયના પાત્રનું નામ નંદિની છે. તેની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં ઐશ્વર્યા રાયના પાત્રનું નામ નંદિની હતું. હવે જોવાનું એ રહેશે કે નંદિનીનું આ નેગેટિવ પાત્ર આ વખતે ઐશ્વર્યા રાયની કારકિર્દીને કઈ દિશા આપે છે.સંજય લીલા ભણસાલીની નંદિની બનીને ઐશ્વર્યા રાય રાતોરાત સુપરસ્ટાર બની ગઈ. હમ દિલ દે ચૂકે સનમમાં, ભણસાલીએ ખૂબ જ સરળ ગુજરાતી છોકરીથી અનિચ્છનીય લગ્નમાં પરિણીત પત્ની બનવા સુધીની તેની સફરને સુંદર રીતે કેપ્ચર કરી હતી. આ પછી ઐશ્વર્યા રાય લોકોના દિલમાં વસી ગઈ હતી.હવે ઐશ્વર્યા રાય મણિરત્નમની ફિલ્મમાં બીજી નંદિની સાથે ઐશ્વર્યા રાય બચ્ચન તરીકે દર્શકોની સામે વાપસી કરી રહી છે. આ વખતે તેનું પાત્ર નેગેટિવ છે. જોકે ઐશ્વર્યા રાયના કરિયરનું આ પહેલું નેગેટિવ પાત્ર નથી. આ પહેલા તેણે ધૂમ 2 અને ખાખી  જેવી ફિલ્મોમાં સંપૂર્ણપણે વિલન નહિ પરંતુ ગ્રે શેડના પાત્રો ભજવ્યા છે.

ફેસબુકે ડીલીટ કર્યો આશુતોષ રાણા નો 'શિવ તાંડવ' વિડીયો, ગુસ્સે થયેલા અભિનેતાએ ટ્વીટ કરીને પૂછ્યું તેનું કારણ; જાણો શું છે મામલો

આ ફિલ્મમાં ઐશ્વર્યા રાયનો લુક ઘણા સમય પહેલા લીક થયો હતો. ઐશ્વર્યા રાયને પુનરાગમન માટે ઘણી સારી ઓફર હતી પરંતુ તેણે મણિરત્નમને પસંદ કર્યો. ઐશ્વર્યા રાયે તેની અભિનય કારકિર્દીની શરૂઆત મણિરત્નમ સાથે ફિલ્મ ઇરુવરમાં કરી હતી. આ પછી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી. તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક, ગુરુનું નિર્દેશન પણ મણિરત્નમે કર્યું હતું.ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ફન્ને ખાનમાં સ્ક્રીન પર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેનો રોલ બહુ મોટો નહોતો. અગાઉ 2016 માં, તે કરણ જોહરની એ દિલ હૈ મુશ્કિલમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. હવે ચાહકો તેને પોનીયિન સેલ્વનમાં નકારાત્મક ભૂમિકામાં જોવા માટે ઉત્સાહિત છે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version