Site icon

લક્ઝરી લાઈફથી લઈને આલીશાન ઘર સુધી-કરોડો ની માલકીન છે  બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા- જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે 

News Continuous Bureau | Mumbai

મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન(Miss World Aishwarya Rai Bachchan) બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની(Bollywood actress) એક છે. ઐશ્વર્યાની સુંદરતાથી બધા વાકેફ છે. પરંતુ ઐશ્વર્યા એક્ટિંગની સાથે બિઝનેસ વુમન (business women) પણ છે. તે ઘણા વર્ષોથી કામ કરી રહી છે. અને અત્યારે પણ તેમનું કામ ચાલુ છે. ઐશ્વર્યા આજે આખી દુનિયામાં જાણીતું નામ છે. ઐશ્વર્યા ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તે તેના મોડલિંગ(modeling), એક્ટિંગ (Acting) અને બિઝનેસના કારણે આજે અબજોની માલિક છે. અભિનેત્રી લીની લક્ઝરી લાઈફમાં(luxury life) લક્ઝુરિયસ મકાનો(Luxurious houses) અને મોંઘા વાહનોનો સમાવેશ થાય છે. આજે અમે તમને જણાવીએ છીએ કે ઐશ્વર્યા રાયની નેટવર્થ(net worth) કેટલી છે.

Join Our WhatsApp Community

અભિનેત્રી હોવા ઉપરાંત ઐશ્વર્યા એક બિઝનેસ વુમન પણ છે. ઐશ્વર્યાએ 'અંબી' નામની કંપનીમાં લગભગ એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જે એક એન્વાયરમેન્ટ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ(Environment Intelligence Startup) છે. આ ઉપરાંત, તે ન્યુટ્રિશન આધારિત હેલ્થકેર સ્ટાર્ટઅપ 'પોસિબલ'માં પણ રોકાણકાર છે. આ કંપનીએ ઐશ્વર્યાની મદદથી પાંચ કરોડ રૂપિયા લીધા છે. ઐશ્વર્યાના જુહુના ઘર જલસાની કિંમત લગભગ 112 કરોડ રૂપિયા છે.આ સાથે તેના પતિ અભિષેકે દુબઈના જુમેરાહ ગોલ્ફ એસ્ટેટમાં સેંકચ્યુરી ફોલ્સમાં પેલેસ જેવો વિલા પણ ખરીદ્યો છે. અભિનેત્રી પાસે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં(Bandra-Kurla Complex) એક લક્ઝરી એપાર્ટમેન્ટ પણ છે. 5500 ચોરસ ફૂટ વિસ્તારમાં આ એપાર્ટમેન્ટ 38,000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે ખરીદ્યું છે. જેની કુલ કિંમત 21 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :   ફાલ્ગુની પાઠક ના રંગ માં રંગાયો રિતિક રોશન-અભિનેતા સાથેના તેના ડાન્સે ચાહકોને કર્યા પ્રભાવિત-જુઓ વિડીયો 

બિઝનેસની સાથે ઐશ્વર્યા પાસે આલીશાન ઘરો અને ઘણા મોંઘા વાહનો પણ છે. અભિનેત્રી પાસે લક્ઝુરિયસ રોલ્સ રોયસ ઘોસ્ટ છે, જેની કિંમત 7.95 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે 1.60 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ S350 d કૂપ છે. 1.58 કરોડની કિંમતની Audi A8L Lexus LX 570 અને Mercedes Benz S500 જેવી કાર પણ છે.

મીડિયા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઐશ્વર્યા રાય 776 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તે પોતાની દરેક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે. ફિલ્મો, બિઝનેસ, પ્રોપર્ટી અને વાહનો ઉપરાંત તે ઘણી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તે વાર્ષિક રૂ. 80 થી 90 કરોડની કમાણી કરે છે. તેઓ એક દિવસ માટે 6 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

 

 

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version