News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan: ફિલ્મ ધ આર્ચીઝ થી સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદા ને બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ ઝોયા અખ્તર ના નિર્દેશન માં બની છે.આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઇ ગઈ છે.થોડા દિવસો પહેલા આ ફિલ્મ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન અગસ્ત્ય નંદા ને ચીયર કરવા પૂરો બચ્ચન પરિવાર પણ હાજર રહ્યો હતો. બચ્ચન પરિવાર માં હાલ અણબનાવ હોવાના સમાચાર ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે મામી ઐશ્વર્યા રાય બચ્ચને ભાણીયા અગસ્ત્ય નંદા ની ફિલ્મ ધ આર્ચીઝ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઐશ્વર્યા રાય બચ્ચને કર્યા ધ આર્ચીઝ ના વખાણ
‘ધ આર્ચીઝ’ દ્વારા બચ્ચન પરિવારના સભ્ય એટલે કે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને અભિનેતા તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મ ની સ્પેશિયલ સ્ક્રીનિંગ માં અગસ્ત્ય નંદા ને ચીયર કરવા આખો બચ્ચન પરિવાર હાજર હતો.આ દરમિયાન જયારે ઐશ્વર્યા રાય બચ્ચન ને પૂછવામાં આવ્યું કે ફિલ્મ કેવી છે તો તેને જણાવ્યું, “ વન્ડરફુલ, ફિલ્મ ની આખી ટિમ ને ખુબ ખુબ અભિનંદન”
ઐશ્વર્યા રાય બચ્ચન સિવાય રિતિક રોશન, અભિષેક બચ્ચન, અનન્યા પાંડે, પૂજા ભટ્ટ, જાહ્નવી કપૂર, કેટરીના કેફ, કરણ જોહર, ભૂમિ પેડણેકર જેવા અન્ય સ્ટાર્સે પણ ઝોયા અખ્તર અને ફિલ્મ ની ટિમ ના વખાણ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bollywood: ગૂગલ પર ટોપ લિસ્ટમાં આ વર્ષની સર્ચ થનારી ફિલ્મોમાં બોલિવૂડની આ ફિલ્મોએ રંગ રાખ્યો
