News Continuous Bureau | Mumbai
Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બોલિવૂડ ની સૌથી સુંદર અભિનેત્રી માની એક છે. સુંદર હોવાની સાથે સાતેહ ઐશ્વર્યા તેના દમદાર અભિનય થી પણ ચાહકો નું દિલ જીતતી રહે છે. આ ઉપરાંત ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફને ખૂબ સારી રીતે બેલેન્સ કરે છે. અભિનેત્રી તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે ખાસ બોન્ડ શેર કરે છે. બંને ઘણી વખત સાથે જોવા મળે છે. હાલમાં જ બંને એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા, જો કે તેઓ ક્યાં જઈ રહ્યા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
એરપોર્ટ પર સાથે જોવા મળ્યા ઐશ્વર્યા અને આરાધ્યા
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાને એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા, જ્યાં ઐશ્વર્યા ઓલ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી જ્યારે આરાધ્યાએ બ્લુ ટીશર્ટ અને જીન્સ પહેર્યા હતા. ઐશ્વર્યાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાલ લિપસ્ટિકથી તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સમય દરમિયાન, જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા એરપોર્ટની અંદર જઈ રહ્યા હતા, ત્યારે અભિનેત્રીએ પાપારાઝીને કહ્યું – ‘સંભાળો, તમે લોકો પડવાના છો’, જેના કારણે ચાહકો ઐશ્વર્યાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
ઐશ્વર્યા રાય બચ્ચન ની ફિલ્મો
ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ફિલ્મ નિર્માતા મણિરત્નમની ‘પોનીયિન સેલ્વન 2’ માં જોવા મળી હતી, જે ‘પોનીયિન સેલવાન 1’ ની સિક્વલ હતી, જેમાં તેણીએ ત્રિશા કૃષ્ણન અને ચિયાન વિક્રમ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મ માં તેને નંદિની ની ભૂમિકા ભજવી હતી. હાલ ઐશ્વર્યા કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂરે પાપારાઝી અને ફેન્સ સાથે આ રીતે મનાવ્યો પોતાનો 41 મો જન્મદિવસ