Site icon

બોલિવૂડ ની આ ટોચ ની અભિનેત્રી કાન્સ 2022માં આપશે હાજરી,ફરી ચાલશે એક્ટ્રેસ નો જાદુ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ને કોઈ પરિચયની જરૂર નથી. પોતાની માંજરી આંખોથી લાખો દિલોને ઘાયલ કરનાર સુંદરીએ 1997માં આવેલી ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ (Aur pyaar ho gaya) થી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના શાનદાર દેખાવ અને તેના જોરદાર અભિનયથી તેણે દર્શકોના દિલમાં ઘર કરી લીધું. પોતાના લાંબા કરિયરમાં ઐશ્વર્યાએ બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો ભેટ તરીકે આપી છે. આ સાથે તેણે પોતાના એટીટ્યુડથી લાખો દિલો પણ જીતી લીધા છે. તો હવે એવા અહેવાલો છે કે આ સુંદરી ફરી એકવાર કાન્સના રેડ કાર્પેટ(Cannes red carpet) પર જોવા મળવાની છે.

Join Our WhatsApp Community

ઐશ્વર્યાએ (Aishwarya rai bachchan) પોતાની ફેશનથી લાખો મહિલાઓને પ્રેરણા આપી છે. તેને એક આઇકોન તરીકે જોવામાં આવે છે. તેનો રેડ કાર્પેટ લુક (red carpet look) ઘણીવાર હેડલાઇન્સ માં જોવા મળ્યો છે.હવે સમાચાર એવા સામે આવી રહ્યા છે કે, ઐશ્વર્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (cannes film festival) 2022માં રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવતી જોવા મળશે.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (cannes film festival)આ વર્ષે 17 મેથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રેડ કાર્પેટ પર જોવા મળશે. જો કે અભિનેત્રી કે તેની ટીમ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ સમાચાર સાંભળીને ઐશ્વર્યાના ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. આ સમાચારે ફિલ્મ કોરિડોરમાં સનસનાટી મચાવી દીધી છે.

આ સમાચાર પણ વાંચો: શું તમે હજી સુધી આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' નથી જોઈ? તો જોવા માટે થઇ જાઓ તૈયાર આ ઓટોટી પર મચાવશે ધમાલ

આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા કાન્સમાં (Aishwary Rai bachchan) હાજરી આપી રહી છે, આ પહેલા પણ તે ઘણી વખત રેડ કાર્પેટ પર લાઈટનિંગ કરતી જોવા મળી છે. અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેત્રી વિક્રમ, જયમ રવિ, કાર્તિ સાથે મણિરત્નમની ફિલ્મ પોનીયિન સેલવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. પોનીયિન સેલવાન આ વર્ષે 30 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version