ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકદમ ગ્લૅમરસ છે અને એની સાથે જોડાયેલા સ્ટાર્સ હંમેશાં એક યા બીજા કારણે હેડલાઇન્સમાં રહે છે. બૉલિવુડમાં કેટલીક એવી સુંદરીઓ છે, જે હંમેશાં પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ જે લગ્ન પહેલાં કોઈ અન્ય સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂકી છે.
ઐશ્વર્યા રાય બચ્ચન-સલમાન ખાન

ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના સંબંધો ખૂબ જ વિવાદાસ્પદ રહ્યા છે. ઘણા મીડિયા રિપૉર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે બંને રિલેશનશિપમાં હતાં ત્યારે બંને કેટલાક મહિના માટે લિવ-ઇનમાં પણ હતાં. હવે એશે બચ્ચન પરિવારના અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં છે.
બિપાશા બાસુ-જ્હૉન અબ્રાહમ
બિપાશા અને જ્હૉન લાંબા સમયથી સાથે હતાં. બંને લિવ-ઇનમાં પણ રહી ચૂક્યાં છે. બિપાશા અને જ્હૉનના બ્રેકઅપના સમાચારે બધાનાં દિલ તોડી નાખ્યાં હતાં. હવે બંને પોતાનાં લગ્નજીવનમાં ખુશ છે.
લારા દત્તા-કેલી દોરજી

લારા દત્તા આ દિવસોમાં પોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. લગ્ન પહેલાં લારાએ કેલી દોરજીને ડેટ કરી હતી અને બંને લિવ-ઇનમાં પણ રહેતાં હતાં.
પ્રિયંકા ચોપરા- શાહિદ કપૂર

પ્રિયંકા અને શાહિદના પ્રેમની ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ જ્યારે ઇન્કમ ટૅક્સની ટીમ પ્રિયંકાના ઘરે ગઈ અને શાહિદે દરવાજો ખોલ્યો, ત્યારે ખબર પડી કે બંને લિવ-ઇનમાં રહેવા લાગ્યાં છે. હવે પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કરી લીધાં છે.
નેહા કક્કર-હિમાંશ કોહલી
નેહા કક્કર અને હિમાંશ કોહલીના સંબંધો ઘણા વિવાદોમાં રહ્યા હતા. લગ્ન પહેલાં નેહા હિમાંશ સાથે લિવ-ઇનમાં હતી અને બંને અવારનવાર ફેન્સને કપલ ગોલ આપતા હતા.
દીપિકા પાદુકોણ-રણબીર કપૂર

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરનો સંબંધ સંપૂર્ણ ફિલ્મી રહ્યો છે. રણવીર સાથે લગ્ન કરતાં પહેલાં દીપિકા રણબીર સાથે હતી. બંને લિવ-ઇનમાં પણ રહી ચૂક્યાં છે.
કરીના કપૂર ખાન-શાહિદ કપૂર

કરીના કપૂર અને શાહિદ પણ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. ‘જબ વી મેટ’ના શૂટિંગ દરમિયાન બંનેનું બ્રેકઅપ થયું હતું, પરંતુ એ પહેલાં બંને લાંબા સમયથી લિવ-ઇનમાં હતાં.