Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા

Aishwarya Rai bachchan: આંધ્રપ્રદેશના પુટ્ટપર્થિમાં યોજાયેલા સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન એ કહ્યું: "એક જ ધર્મ છે – પ્રેમનો ધર્મ"

by Zalak Parikh
Aishwarya Rai bachchan Touches PM Modi's Feet at Sri Sathya Sai Baba Centenary Event, Speaks on Religion and Humanity

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai bachchan: બોલીવુડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં આંધ્રપ્રદેશના પુટ્ટપર્થિમાં યોજાયેલા શ્રી સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજર રહી હતી. આ ઐતિહાસિક પ્રસંગે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ઐશ્વર્યાએ સ્ટેજ પર જઈને PM મોદીના પગે પડી આશીર્વાદ લીધા, જે ક્ષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો

ઐશ્વર્યાની સ્પીચમાં શું ખાસ હતું?

સ્પીચમાં ઐશ્વર્યાએ ધર્મ અને જાતિ પર પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા. તેણે કહ્યું: “એક જ જાતિ છે – માનવતા ની જાતિ. એક જ ધર્મ છે – પ્રેમ નો ધર્મ. એક જ ભાષા છે – દિલની ભાષા. અને એક જ ઈશ્વર છે – જે સર્વત્ર છે.” તેમના આ શબ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.ઐશ્વર્યાએ PM મોદીને આભાર વ્યક્ત કરતાં કહ્યું: “તમારી હાજરી આ સમારોહને વધુ પવિત્ર બનાવે છે. સ્વામીના સંદેશ મુજબ સાચું નેતૃત્વ સેવા કરવું છે અને માનવ સેવા એ ભગવાનની સૌથી મોટી સેવા છે.” ઐશ્વર્યાની સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.


શ્રી સત્ય સાઈ બાબાનો જન્મ 23 નવેમ્બર, 1926ના રોજ પુટ્ટપર્થિમાં થયો હતો. તેઓ દયા, એકતા અને નિસ્વાર્થ સેવા માટે વિશ્વભરમાં જાણીતા હતા. 24 એપ્રિલ, 2011ના રોજ 84 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. આજે પણ કરોડો લોકો તેમને મહાન આધ્યાત્મિક ગુરુ તરીકે યાદ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More