Site icon

Aishwarya Rai: એશ્વર્યા રાય એ આ મુવી માં કર્યું હતું મેકઅપ વગર શૂટિંગ, બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી ફિલ્મ

Aishwarya Rai: સુભાષ ઘઈ ની 1999 ની ફિલ્મ 'તાલ'માં એશ્વર્યા રાય એ મેકઅપ વગર શૂટિંગ કરીને દર્શકોના દિલ જીતી લીધા

Aishwarya Rai Makeup Free Performance in Taal Shocked the Box Office

Aishwarya Rai Makeup Free Performance in Taal Shocked the Box Office

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai: એશ્વર્યા રાય બોલીવૂડની એવી અભિનેત્રી છે જેણે પોતાની સુંદરતા અને અભિનયથી એક અલગ ઓળખ બનાવી છે. 1999 માં રિલીઝ થયેલી સુભાષ ઘઈ ની ફિલ્મ ‘તાલ’ માં એશ્વર્યા રાય એ મેકઅપ વગર શૂટિંગ કર્યું હતું. તેની નેચરલ બ્યુટી અને સાદગીથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayana Script: પંડિતોની મદદથી લખાયા છે રણબીર કપૂરની ‘રામાયણ’ના ડાયલોગ! અધધ આટલા વર્ષથી ચાલી રહી હતી તૈયારી

એશ્વર્યા રાયએ ‘તાલ’માં મેકઅપ વગર શૂટિંગ કેમ કર્યું?

સુભાષ ઘઈ એ એક રિયાલિટી શોમાં ખુલાસો કર્યો હતો કે તેણે મેકઅપ આર્ટિસ્ટને સ્પષ્ટ કહ્યું હતું કે એશ્વર્યા રાયનો મેકઅપ નહીં કરવો. તેને લાગ્યું કે એશ્વર્યા રાયને સુંદર દેખાવા માટે મેકઅપની જરૂર નથી. ફિલ્મના મોટાભાગના દ્રશ્યો મેકઅપ વગર શૂટ કરવામાં આવ્યા હતા, અને એશ્વર્યા દરેક સીનમાં પરફેક્ટ લાગી રહી હતી.’તાલ’ માં એશ્વર્યા રાય સાથે અનિલ કપૂર અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં હતા.


‘તાલ’ એ પહેલી ભારતીય ફિલ્મ હતી જે વેરાયટીની બોક્સ ઓફિસ લિસ્ટમાં ટોપ 20માં સામેલ થઈ. 45મા ફિલ્મફેર એવોર્ડ્સમાં સુભાષ ઘઈને બેસ્ટ ડિરેક્ટર, એશ્વર્યા રાયને બેસ્ટ એક્ટ્રેસ સહિત 12 નૉમિનેશન્સ મળ્યા હતા. અનિલ કપૂરને બેસ્ટ એક્ટર, એ.આર. રહેમાન ને બેસ્ટ મ્યુઝિક અને આનંદ બક્ષી ને બેસ્ટ ગીતકાર માટે એવોર્ડ મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version