News Continuous Bureau | Mumbai
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઐશ્વર્યા રાય બચ્ચન ( aishwarya rai ) ની ગણતરી સફળ અભિનેત્રીઓ માં થાય છે. તેણે પોતાના દમ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ( films ) એક ઓળખ બનાવી છે. ઐશ્વર્યા રાયે હિન્દી ફિલ્મોની સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય બતાવ્યું છે. ઐશ્વર્યા રાયની ગણતરી ભલે આજે ટોપ ની અભિનેત્રીઓમાં થાય છે, પરંતુ તેણે એવો સમય પણ જોયો છે જ્યારે તેને આઉટસાઈડર ( outsider ) હોવાના કારણે ઘણી ફિલ્મો માંથી ( shahrukh khan films ) હાંકી કાઢવામાં ( removed ) આવી હતી.
શાહરૂખની ( shahrukh khan ) સુપરહિટ ફિલ્મ ‘વીર-ઝારા’માં ‘ઝારા’ના પાત્ર માટે પ્રીતિ ઝિન્ટા નહીં પરંતુ ઐશ્વર્યા રાય ( aishwarya rai ) પહેલી પસંદ હતી. આ વખતે ઐશ્વર્યા બહારની વ્યક્તિ હોવાના કારણે તેને આ ફિલ્મ ( films) થી હાથ ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ ઐશ્વર્યાની જગ્યાએ પ્રીતિ ઝિન્ટા ને કાસ્ટ કરવામાં આવી હતી.ફિલ્મ ‘ચલતે-ચલતે’માં શાહરૂખ ખાન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ માટે પણ રાની પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન ને કાસ્ટ કરવામાં આવી હતી. ઐશ્વર્યાએ આ ફિલ્મ માટે કેટલાક સીન પણ શૂટ કર્યા હતા,કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાને આ ફિલ્મના સેટ પર ઐશ્વર્યા ને લઇ ને હંગામો કર્યો હતો ત્યારબાદ તેની જગ્યાએ તરત જ રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી હતી. આ પછી ફિલ્મ ઐશ્વર્યાના હાથમાંથી નીકળી ગઈ. ઉલ્લેખનીય છે કે, જ્યારે શાહરૂખ ખાનને ખબર પડી કે તેણે ઐશ્વર્યા સાથે ખોટું કર્યું છે, ત્યારે શાહરૂખે એક ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે ઐશ્વર્યા રાયની જગ્યાએ રાનીને લેવી તેની ભૂલ હતી.
આ સમાચાર પણ વાંચો: ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય અતિથિ હશે આ મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિ!!..
મીડિયા રિપોર્ટ્સ નું માનવામાં આવે તો તે પ્રમાણે, તે સમયે ઐશ્વર્યા રાય બચ્ચનને ( aishwarya rai ) લગભગ પાંચ ફિલ્મો માંથી આઉટસાઇડર હોવાના કારણે દૂર કરવામાં આવી હતી. જો કે, અભિનેત્રી એ હાર ન માની અને પોતાના દમ પર તેને બોલિવૂડ થી હોલિવૂડ ની સફર કરી અને તેમાં તે સફળ પણ રહી.આજે ઐશ્વર્યા બોલિવૂડ ની અભિનેત્રી ઓ માં સૌથી ધનિક અભિનેત્રી છે.
 
			         
			         
                                                        