News Continuous Bureau | Mumbai
Aishwarya Rai: ઐશ્વર્યા રાય બચ્ચન રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે જેદ્દાહ, સાઉદી અરબ પહોંચી હતી. બ્લેક ગાઉનમાં ઐશ્વર્યા રાયના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફેસ્ટિવલ દરમિયાન તેણે પોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફર પર ખુલ્લીને વાત કરી. આ ઇવેન્ટમાં ઐશ્વર્યા ઉપરાંત કૃતિ સેનન પણ હાજરી આપવાની છે.
આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્રના અસ્થિ વિસર્જનની પવિત્ર વિધિ હરિદ્વારમાં સંપન્ન, પરિવારના આ સભ્યએ કર્યું મુખ્ય વિસર્જન
મહિલાઓ શક્તિ છે, દેવી છે: ઐશ્વર્યા રાય
મહિલાઓ વિશે વાત કરતા ઐશ્વર્યાએ કહ્યું કે, મહિલાઓ જન્મથી જ મજબૂત હોય છે. “મહિલાઓ શક્તિ હોય છે, દેવી હોય છે. તે સ્ટ્રેન્થ, બ્યૂટી અને ફેમિનિનિટીનું પ્રતીક હોય છે. આપણે દર સેકન્ડે તેમને સેલિબ્રેટ કરવી જોઈએ. આપણે મહિલાઓ જાણીએ છીએ કે જીવનની દરેક મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો. પુત્રી, માતા, બહેન અને પત્ની – દરેક રોલ આપણે જીવનમાં ભજવીએ છીએ.”
#AishwaryaRai G.O.A.T. ❤️🙇♂️👑🗺️🇮🇳🙏
Conversation with Aishwarya Rai at The Red Sea International Film Festival 2025
AV courtesy of https://t.co/1MNANmIG3v pic.twitter.com/LMobpaNTvp— Arijit Bhattacharya (@Aishusforever) December 4, 2025
ઐશ્વર્યાએ જણાવ્યું કે તે જીવનને હંમેશા એક સ્ટુડન્ટની જેમ જુએ છે અને દરેક વસ્તુમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે. એક્ટ્રેસ બનતા પહેલા ૧૯૯૪માં તેણે મિસ વર્લ્ડનો ટાઇટલ જીત્યો હતો. તેણે કહ્યું કે, “મારા માટે પેજેન્ટમાં સામેલ થવા કરતાં મોટી વાત ભારતનું પ્રતિનિધિત્વ કરવાની હતી.” ઐશ્વર્યાએ ૧૯૯૭માં મણિરત્નમની તમિલ ફિલ્મ ઇરુવરથી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે કહ્યું કે તેણે સાયન્સની સ્ટુડન્ટ તરીકે આર્કિટેક્ટનો અભ્યાસ પણ કર્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
