Site icon

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે આ સવાલનો જવાબ આપીને જીત્યો હતો મિસ વર્લ્ડનો ખિતાબ

1994ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં અંતિમ રાઉન્ડમાં અભિનેત્રી ઐશ્વર્યા રાયને પૂછવામાં આવેલા સવાલનો સુંદર અને શાનદાર જવાબ આપીને મિસ વર્લ્ડનો તાજ જીતી લીધો હતો. ચાલો જાણીએ ઐશ્વર્યા રાયને કયો સવાલ પૂછવામાં આવ્યો હતો અને તેને તે સવાલ નો શું જવાબ આપ્યો હતો.

aishwarya rai won the title of miss world by answering this question

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે આ સવાલનો જવાબ આપીને જીત્યો હતો મિસ વર્લ્ડનો ખિતાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે ( aishwarya rai ) વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ( miss world ) ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. ઐશ્વર્યાની સુંદરતાથી દરેક જણ વાકેફ છે, પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે તે ખૂબ જ પ્રતિભાશાળી પણ છે. એટલા માટે તેને ઓલરાઉન્ડર કહેવું ખોટું નહીં હોય. પોતાની સુંદરતા અને પ્રતિભાના આધારે તેણે મિસ વર્લ્ડનો ખિતાબ ( won the title ) જીત્યો હતો. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ સૌંદર્ય સ્પર્ધા જીતવા માટે માત્ર દેખાવ જ મહત્વનું નથી પરંતુ તેમની ( answering ) બુદ્ધિ અને તેમનો સ્વભાવ (question ) પણ સમાન રીતે મહત્વપૂર્ણ છે. આ પ્રશ્ન નો જવાબ આપી ઐશ્વર્યા રાય બની હતી મિસ વર્લ્ડ

Join Our WhatsApp Community

મિસ વર્લ્ડ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં અભિનેત્રીએ ઐશ્વર્યા રાયને પૂછવામાં આવેલા સવાલનો સુંદર અને શાનદાર જવાબ આપીને મિસ વર્લ્ડનો તાજ જીતી લીધો હતો. વાસ્તવમાં ઐશ્વર્યા રાયને પૂછવામાં આવ્યું હતું કે, મિસ વર્લ્ડમાં શું ગુણ હોવા જોઈએ? આ સવાલના જવાબમાં ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, “અત્યાર સુધી મેં જેટલી મિસ વર્લ્ડ જોઈ છે અને જાણી છે તે તમામ દયાળુ સ્વભાવની છે. તેઓ માત્ર અમીર કે વૃદ્ધો માટે જ નહીં, પરંતુ ગરીબ અને પોતાના કરતા નાના લોકો માટે કરુણા અને દયા ધરાવે છે. આવા લોકો મનુષ્ય દ્વારા બનાવેલા નિયમો અને કાયદાઓથી પર છે. તેઓ ફક્ત લોકોનું ભલું કેવી રીતે કરવું તે જાણે છે. આપણે તેમનાથી આગળ વિચારવાની જરૂર છે, તો જ આપણે અસલી મિસ વર્લ્ડ તરીકે ઉભરીશું..”

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.

 એશ્વર્યા રાય ની કારકિર્દી

વર્ષ 1994માં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં વિશ્વના 87 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, પરંતુ ઐશ્વર્યાના જવાબે બધાનું દિલ જીતી લીધું હતું. આજના સમયમાં ઐશ્વર્યા રાય ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. ઐશ્વર્યા રાયે પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘ગુઝારીશ’, ‘તાલ’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘દેવદાસ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજના સમયમાં તેની પાસે એકથી વધુ ફિલ્મોની ઓફર છે, જેની રિલીઝની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version