Aishwarya Rai Jodha Akbar Jwellery: જોધા અકબર’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય એ પહેર્યા હતા અધધ આટલા કિલો વજનના અસલી ઘરેણાં, 50 ગાર્ડ રાખતા હતા તેની ધ્યાન

Aishwarya Rai Jodha Akbar Jwellery: જોધા અકબર’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય એ અસલી ઘરેણાં પહેરી ને શૂટિંગ કર્યું હતું જેના માટે 50 બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યા હતા.

by Zalak Parikh
Aishwarya Rai Wore 200 Kg Real Gold Jewellery in Jodhaa Akbar, Guarded by 50 Security Personnel

News Continuous Bureau | Mumbai

Aishwarya Rai Jodha Akbar Jwellery: 2008માં આવેલી ફિલ્મ ‘જોધા અકબર’માં ઐશ્વર્યા રાય (Aishwarya Rai)એ રાજપુત રાણી જોધા બાઈની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા દ્વારા પહેરવામાં આવેલા ઘરેણાં ની ભવ્યતા અને અસલિયત આજે પણ ચર્ચામાં છે. ફિલ્મના દરેક દ્રશ્યમાં ઐશ્વર્યા એ અસલી સોનાના અને હીરાના ઘરેણાઓ પહેર્યા હતા, જેનું કુલ વજન લગભગ 200 કિલો હતું.

આ સમાચાર પણ વાંચો : Rakesh Roshan: પિંકી રોશન બાદ હવે રાકેશ રોશને પણ વોર 2 ના ગીત પર લગાવ્યા ઠુમકા, ઋતિક ના પિતા નો વિડીયો થયો વાયરલ

તનિષ્ક દ્વારા ખાસ બનાવાયેલા ઘરેણાઓ

આ ઘરેણાઓ તનિષ્ક (Tanishq) દ્વારા ખાસ બનાવવામાં આવ્યા હતા, જેમાં 200થી વધુ કારીગરોએ 2 વર્ષ સુધી મહેનત કરી હતી. ઘરેણાઓ માં સોનાની સાથે કિંમતી મોતી અને પથ્થરો પણ લાગેલા હતા, જેની કિંમત કરોડોમાં હતી.ફિલ્મના શૂટિંગ દરમિયાન આ કિંમતી ઘરેણાઓનીસુરક્ષા માટે 50 સુરક્ષા કર્મચારીઓ 24 કલાક તૈનાત રાખવામાં આવ્યા હતા. ઐશ્વર્યા રાયએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ભારે ઘરેણાં પહેરવા માટે તેને તૈયાર થવામાં 2 કલાક લાગતા હતા.


ફિલ્મ રિલીઝ થયા પછી ‘જોધા અકબર’ના ઘરેણાં ની ડિઝાઇન ખૂબ લોકપ્રિય થઇ હતી. આજે પણ લગ્ન અને ખાસ પ્રસંગો માટે લોકો આવી જ્વેલરી પસંદ કરે છે. ફિલ્મના સંગીતકાર એ.આર. રહમાન  અને ગીતકાર જાવેદ અખ્તર  દ્વારા રચાયેલ ગીતો ‘ખ્વાજા મેરે ખ્વાજા’ અને ‘જશ્ન-એ-બહારાં’ આજે પણ લોકપ્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More