ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં'ની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. આ સિરિયલના કલાકારોના ફેન-ફોલોઇંગ જબરદસ્ત છે. નીલ ભટ્ટ, આયેશા સિંહ, ઐશ્વર્યા શર્મા અભિનીત આ સિરિયલે ટૂંકા સમયમાં સારી જગ્યા બનાવી છે. અભિનેત્રી ઐશ્વર્યા શર્મા આ સિરિયલમાં પત્રલેખાનું મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ સિરિયલમાં તે હંમેશાં સાડી પહેરેલી જોવા મળે છે, કારણ કે તેનું પાત્ર ઘરની વહુનું છે. જોકે ઐશ્વર્યા શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ હૉટ અને કૂલ છે. તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટને જોયા પછી તમને આનો ખ્યાલ આવશે. ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યા શર્માની ઘણી મનમોહક તસવીરો છે.
ઐશ્વર્યા શર્માને ટેટૂ પસંદ છે. તાજેતરમાં, તેણે નીલ ભટ્ટ નામનું ટેટુ પણ તેના હાથ પર કરાવ્યું છે. આ સિરિયલમાં નીલ ભટ્ટ તેનો કૉ-સ્ટાર છે અને બંનેએ આ વર્ષે સગાઈ કરી હતી. ઐશ્વર્યા નીલને ખૂબ પ્રેમ કરે છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યાએ તેની પીઠની નીચે ટેટૂ પણ કરાવ્યું છે. ઐશ્વર્યાની સ્વીમ સુટ તસવીરોમાં આ ટેટૂ સ્પષ્ટ દેખાય છે.
ઐશ્વર્યા શર્મા છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી બદલાઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેની જૂની તસવીરો જોઈને ખબર પડે છે કે થોડાં વર્ષો પહેલાં તે કેટલી સરળ હતી, પરંતુ આજે તે એકદમ સ્ટાઇલિશ, ફૅશનેબલ અને બોલ્ડ બની ગઈ છે.
