Site icon

અજય દેવગન અને મોહનલાલે મિલાવ્યા હાથ,શું ‘દ્રશ્યમ 3’માં સાથે જોવા મળશે?’ ફિલ્મને લઇને મોટું અપડેટ આવ્યું સામે

દ્રશ્યમ ફિલ્મ ની હિન્દી અને મલયાલમ ટીમ એકસાથે બંને ફિલ્મોનું શૂટિંગ કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. દ્રશ્યમ 3 ને એકસાથે શૂટ કરવાની અને તે જ તારીખે તેને આખા ભારતમાં રિલીઝ કરવાની પણ યોજના છે.

ajay devgn and mohanlal to shoot drishyam 3 together

અજય દેવગન અને મોહનલાલે મિલાવ્યા હાથ,શું 'દ્રશ્યમ 3'માં સાથે જોવા મળશે?' ફિલ્મને લઇને મોટું અપડેટ આવ્યું સામે

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડ એક્ટર અજય દેવગનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘દ્રશ્યમ 3’ આવવાની છે. ‘દ્રશ્યમ 3’ના શૂટિંગને લઈને નવીનતમ માહિતી સામે આવી છે. અહેવાલ છે કે મલયાલમ અભિનેતા મોહનલાલ અને અજય દેવગણ એકસાથે ફિલ્મના ત્રીજા ભાગનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ‘દ્રશ્યમ 3’નું હિન્દી અને મલયાલમ વર્ઝન એકસાથે બનવા જઈ રહ્યું છે. જો કે આ ફિલ્મમાં બંને સુપરસ્ટાર સાથે જોવા મળશે કે કેમ તે જાણી શકાયું નથી.

Join Our WhatsApp Community

 

દ્રશ્યમ 3 નું ચાલી રહ્યું છે પ્લાનિંગ

વર્ષ 2013માં મોહનલાલ અને જીતુ જોસેફે ‘દ્રશ્યમ’ બનાવી હતી. આ મલયાલમ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ રહી હતી. આ પછી ફિલ્મના તમિલ, તેલુગુ અને હિન્દી વર્ઝન લાવવામાં આવ્યા હતા. જ્યારે અજય દેવગન હિન્દી વર્ઝનમાં હતો, ત્યારે કમલ હાસને તમિલમાં અને વેંકટેશે તેલુગુમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની તમામ રિમેક હિટ રહી છે. ફિલ્મનો બીજો ભાગ પણ ત્રણેય ભાષામાં રિલીઝ થઈ ગયો છે. દર્શકોની પસંદગી જોઈને મેકર્સ હવે ‘દ્રશ્યમ 3’ માટે પ્લાનિંગ કરી રહ્યા છે.

 

 દ્રશ્યમ 3 ની વાર્તા પર ચાલી રહ્યું છે કામ 

નવીનતમ અહેવાલો અનુસાર, ‘દ્રશ્યમ 3’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેના હિન્દી અને મલયાલમ વર્ઝન માટે બંને ભાષાઓના મેકર્સ એકસાથે આવી રહ્યા છે. અભિષેક પાઠક અને તેમની લેખકોની ટીમે ‘દ્રશ્યમ 3’ માટે મૂળભૂત કોર પ્લોટ તૈયાર કર્યો છે. દ્રશ્યમ 3 ની વાર્તા પર કામ ચાલી રહ્યું છે. એવા પણ સમાચાર છે કે મોહનલાલ અને અજય દેવગન એકસાથે ‘દ્રશ્યમ 3’નું શૂટિંગ શરૂ કરશે. આવા માં દ્રશ્યમ ની હિન્દી અને મલયાલમ ટીમ એકસાથે બંને ફિલ્મોનું શૂટિંગ કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. દ્રશ્યમ 3 ને એકસાથે શૂટ કરવાની અને તે જ તારીખે તેને આખા ભારતમાં રિલીઝ કરવાની પણ યોજના છે. જો કે બંને સ્ટાર્સ આ ફિલ્મમાં સ્ક્રીન શેર કરશે કે કેમ તે જાણી શકાયું નથી.’દ્રશ્યમ 3’ની વાત કરીએ તો તે 2024માં રિલીઝ થવાની આશા છે. વર્ષ 2022માં રિલીઝ થયેલી ‘દ્રશ્યમ 2’ એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

આ સમાચાર પણ વાંચો: 50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યો આ પ્રખ્યાત અભિનેતા, બીજી પત્નીએ આપ્યો પુત્રી ને જન્મ

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version