News Continuous Bureau | Mumbai
Maidan OTT release: અજય દેવગણ ની ફિલ્મ મેદાન એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મ એપ્રિલ મહિનામાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ને દર્શકો અને વિવેચકો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. દર્શકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે જોકે આ ફિલ્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રેન્ટ પર ઉપલ્ભધ છે. પરંતુ હવે આ ફિલ્મ ની નવી ઓટીટી રિલીઝ ડેટ સામે આવી છે જે તમે ફ્રી માં જોઈ શકશો.
આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: શાહરુખ ખાને સંતોષ સીવન ને પાઠવી શુભેચ્છા, વાયરલ વિડીયો માં લોકો ને જોવા મળી કિંગ ખાન સાથે જોડાયેલી મજેદાર વસ્તુ
મેદાન ની ઓટીટી રિલીઝ ડેટ
મેદાન ના ઓટિટિ રાઇટ્સ અમેઝોન પ્રાઈમ વિડીયો એ ખરીદ્યા છે અને આ ફિલ્મ હાલ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રેન્ટ પર ઉપલબ્ધ છે એટલે કે આ ફિલ્મ જોવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. હવે મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ની નવી ઓટિટિ રિલીઝ ડેટ સામે આવી છે જે મુજબ આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર 7 જૂન થી સ્ટ્રીમ થશે. આનો મતલબ એ કે આ ફિલ્મ 7 જૂન થી તમે ફ્રી માં જોઈ શકશો. જો કે, ‘મેદાન’ની ઓટિટિ રિલીઝને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
#Maidaan will be available For Prime Users From JUNE 7th On Prime Video 💥🔥 #AjayDevgn | #PriyaMani | #ARRahman | #MaidaanOnPrime
Tamil, Telugu, Malayalam Audios EXPECTED ✅🔥 #SinghamAgain pic.twitter.com/NUIYgWAjPU
— OTT STREAM UPDATES (@newottupdates) May 29, 2024
તમને જણાવી દઈએ કે, મેદાન એ ક્રાંતિકારી ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે, જેમણે 1952 થી 1962 દરમિયાન ભારતીય ફૂટબોલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અજય દેવગણે આ ફિલ્મ માં મુખ્ય ભૂમિકા ભજવી છે. અજય ઉપરાંત આ ફિલ્મ માં પ્રિયમણી, ગજરાજ રાવ, નિતાંશી ગોયલ, રુદ્રનીલ ઘોષ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)