Site icon

Ajay devgn and kajol: આ ફિલ્મ ના સેટ પર અજય દેવગને કાજોલ ને કર્યું હતું પ્રપોઝ, અભિનેતા એ શેર કર્યો કિસ્સો

Ajay devgn and kajol: હાલમાં જ અજય દેવગન,કાજોલ, આમિર ખાન અને જુહી ચાવલા સ્ટારર ફિલ્મ ઇશ્ક એ 26 વર્ષ પુરા કર્યા છે. આ અવસર પર કાજોલે ફિલ્મ નો કિસ્સો શેર કર્યો હતો જેના રિએક્શન માં અજય દેવગને ખુલાસો ખુલાસો કર્યો કે તેણે શૂટિંગ દરમિયાન કાજોલને પ્રપોઝ કર્યું હતું.

ajay devgn proposed kajol during ishq movie shooting

ajay devgn proposed kajol during ishq movie shooting

News Continuous Bureau | Mumbai

Ajay devgn and kajol: 28 નવેમ્બરે,ફિલ્મ ઇશ્ક એ તેની રજૂઆતના 26 વર્ષ પૂર્ણ કર્યા હતા. આ ફિલ્મ નું નિર્દેશન ઈન્દ્ર કુમારે કર્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન, જુહી ચાવલા, અજય દેવગન અને કાજોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની 26મી વર્ષગાંઠના અવસર પર કાજોલે તેના સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી જૂની તસવીર શેર કરી છે. 

Join Our WhatsApp Community

 

 કાજોલે શેર કરી પોસ્ટ 

કાજોલે પોસ્ટની સાથે લખ્યું કે, “આ તસવીર અમે દિવસભર સ્વિટ્ઝર્લેન્ડની પહાડીઓમાં ચાલ્યા બાદ લેવામાં આવી હતી. તમે જોઈ શકતા નથી કે અમે કેટલા તણાવમાં હતા અથવા અમે કેવા હતા.સૂરજ આટલો મોડો કેમ આથમે છે?’ અમે કેટલા અદ્ભુત કલાકારો હતા.” આ તસવીર પર કાજોલ ના પતિ અજય દેવગને લખ્યું, “ આ એજ ફિલ્મ હતી ને જયારે મેં તને તારી જ વીંટી થી પ્રપોઝ કર્યું હતું.”


તમને જણાવી દઈએ કે, કાજોલ અને અજય દેવગનનો પ્રેમ 1994માં ફિલ્મ ગુંડારાજ ના સેટ પર શરૂ થયો હતો. વર્ષોની ડેટિંગ પછી, કપલે 24 ફેબ્રુઆરી 1999ના રોજ પરંપરાગત મહારાષ્ટ્રીયન શૈલીમાં લગ્ન કર્યાં હતા કપલ ને બે બાળકો નિસા દેવગન અને યુગ દેવગણ છે. 

આ સમાચાર પણ વાંચોઃ Bigg boss 17: વિકી જૈન ની માતા ને જોઈ લોકો ને આવી બોલિવૂડ ની આ ખતરનાક સાસુ ની યાદ, અંકિતા ના ફેન્સે લગાવી ક્લાસ

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version