Site icon

અજય દેવગણ ને શા માટે પોતાની પેહલી ફિલ્મ ‘ફૂલ ઔર કાં’ટે ની રીમેક બનાવવી છે? અભિનેતા એ જણાવ્યું કારણ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા અજય દેવગણ,(Ajay Devgan) અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને રકુલ પ્રીત સિંહ (Rakul prit singh)અભિનીત રનવે 34 (Runway 34) આ શુક્રવારે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. જેમ જેમ રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ મેકર્સે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન (pramotion) શરૂ કરી દીધું છે. અજય દેવગને ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુ(interview) દરમિયાન જણાવ્યું હતું કે તે તેની ડેબ્યૂ ફિલ્મ ફૂલ ઔર કાંટેની (Phool aur kante) રિમેક બનાવવા માંગે છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ અજય દેવગણે (Ajay Devgan) કહ્યું, હું પાછળ વળીને જોતો નથી અને મારી પાસે એટલો સમય પણ નથી. મને લાગે છે કે જે ક્ષણે તમે પાછળ જુઓ છો, તમે તમારો સમય બગાડો છો અને આગળ જોતા નથી. તેથી તમે આગળ જોઈ શકો છો કારણ કે તે પડકારો સમાપ્ત થઈ ગયા છે અને હવે તમારી સામે નવા પડકારો છે. મને મારું કામ ગમે છે. મારા માટે, જો મને અંગત તાણ હોય અથવા કંઈક જે મને પરેશાન કરતું હોય તો કામ એક સ્ટ્રેસ બૂસ્ટર જેવું છે. તેથી હું કામ કરતી વખતે તે ભૂલી જાઉં છું.રિપોર્ટ અનુસાર, ફૂલ ઔર કાંટેની (Phool aur kante)રિમેક વિશે વાત કરતાં તેણે કહ્યું કે, મેં ફૂલ ઔર કાંટેની રિમેક કરવાનું વિચાર્યું છે. હુંમતલબ તેનું વરઝ્ન બદલવાનો છે. પરંતુ એક એવી ફિલ્મ જેમાં હંમેશા નવા અભિનેતાની જરૂર હોય છે અને સ્થાપિત (અભિનેતા) વ્યક્તિની નહીં. જો હું એ દિશામાં કંઈ પણ કરીશ તો તે નવી વ્યક્તિ અને નવી પ્રતિભા સાથે કરીશ.તમને જણાવી દઈએ કે, અજય દેવગને કુકુ કોહલી (Kuku Kohli) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ફૂલ ઔર કાંટે દ્વારા મુખ્ય અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ (bollywood debut) કર્યો હતો. આ ફિલ્મમાં તેણે અમરીશ પુરીના (Amrish puri) પુત્રનો રોલ કર્યો હતો. અજયને ફિલ્મમાં તેના અભિનય માટે બેસ્ટ ડેબ્યુ એક્ટરનો  (best debut actor) એવોર્ડ પણ મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: પ્રતિક ગાંધી સાથે મુંબઈ પોલીસે કર્યું ખરાબ વર્તન, અભિનેતા એ પોલીસ પર લગાવ્યો આ આરોપ

જો આપણે તેમની ફિલ્મ રનવે 34 (Runway 34)વિશે વાત કરીએ તો, આ ફિલ્મની વાર્તા દોહાથી કોચી જતા પ્લેનમાં બનેલી સાચી ઘટનાથી(true story) પ્રેરિત છે. આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય અમિતાભ બચ્ચન, બોમન ઈરાની, કેરી મિનાટી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અંગિરા ધર એક વકીલની (lawyer) ભૂમિકામાં જોવા મળશે. તો આકાંક્ષા સિંહ અજયની પત્નીનો રોલ કરતી જોવા મળશે. આ એક્શન ડ્રામા (action drama) ફિલ્મ 29 એપ્રિલ, 2022ના રોજ ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version