Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક

Ajey - The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ "અજય - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ એ યોગી" નું ટ્રેલર રિલીઝ થયું, જેમાં અનંત જોશી નો અભિનય લોકોના દિલ જીતી રહ્યો છે.

by Zalak Parikh
Ajey - The Untold Story Of A Yogi Trailer out now

News Continuous Bureau | Mumbai

Ajey – The Untold Story Of A Yogi Trailer: અજય – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ એ યોગી (Ajey – The Untold Story of a Yogi) ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું  છે અને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું = છે. આ ફિલ્મ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત છે. ફિલ્મમાં યોગીજીના પાત્રમાં અભિનેતા અનંત જોશી જોવા મળે છે, જેણે તેની ચાલ, બોલી અને અભિવ્યક્તિથી દર્શકોને ભાવુક કરી દીધા છે.

આ સમાચાર પણ વાંચો : Disha Vakani: તારક મહેતા થી દૂર લાલબાગચા રાજાના દર્શને પહોંચી દિશા વાકાણી, દયાભાભી નો વિડીયો થયો વાયરલ

અજય ફિલ્મ યોગીજીના જીવનના દરેક પડાવને સ્પર્શે છે

ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે અજય સિંહ બિસ્ત  નામનો એક સામાન્ય યુવક ઘરના બંધનો છોડીને સંન્યાસી બને છે. ગોરખપુર મઠ સાથે જોડાણ અને પછી રાજકારણમાં પ્રવેશ કરીને સાંસદ બને છે. દરેક તબક્કાને ફિલ્મમાં ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યો છે.અનંત જોશી એ યોગી આદિત્યનાથના પાત્રમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. ટ્રેલરમાં તેની શારીરિક ભાષા, બોલવાની રીત અને આંખોની અભિવ્યક્તિ યોગીજી જેવી જ લાગે છે. ખાસ કરીને ટ્રેલરના ભાવુક દ્રશ્યોમાં તેનો અભિનય ખૂબ જ અસરકારક છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Mengi (@ajay.mengi)


ટ્રેલરની શરૂઆતમાં પૂર્વાંચલના નેતા અવધેશ રાયની હત્યા  બતાવવામાં આવે છે, જેના કારણે ગોરખપુરમાં કર્ફ્યુ  લાગી જાય છે. ત્યારબાદ યોગી આદિત્યનાથની એન્ટ્રી થાય છે અને તેઓ કહે છે: “હંમેશા અકલનો નહીં, ક્યારેક બળનો પણ ઉપયોગ કરવો પડે છે.” ફિલ્મમાં ભોજપુરી સ્ટાર નિરહુઆ  પણ જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More