News Continuous Bureau | Mumbai
Rajkumar Hirani: રાજકુમાર હીરાની અને શાહરુખ ખાન ની બહુચર્ચિત ફિલ્મ ડંકી 21 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થશે., આ ફિલ્મે એડવાન્સ બુકીંગ માં જ 3 કરોડ થી વધુ ની કમાણી કરી લીધી છે.ફિલ્મ ડંકી માં રાજકુમાર હીરાની અને શાહરુખ ખાન પહેલીવાર સાથે કામ કર્યું છે. આ અગાઉ રાજકુમાર હીરાની એ પીકે, 3 ઈડિયટ્સ અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ડંકી રિલીઝ થયા બાદ રાજકુમાર હીરાની સાયબર ક્રાઈમ પર વેબ સિરીઝ બનાવવા જઈ રહ્યા છે.
રાજકુમાર હીરાની બનાવશે વેબ સિરીઝ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકુમાર હીરાની પહેલીવાર ઓટિટિ પર એન્ટ્રી કરશે.આ વેબ સિરીઝ માં રાજકુમાર હીરાની નિર્માતા તરીકે જોડાશે. આ સિરીઝ નું નિર્દેશન અમિત સત્યવીર કરશે. જો કે આ વેબ સિરીઝનું નામ હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો સિરીઝની સ્ક્રિપ્ટ તૈયાર છે અને પ્રી-પ્રોડક્શનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.આ સિરીઝ સાઇબર ક્રાઇમ અને તેની સુરક્ષા પર આધારિત છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વૈષ્ણોદેવી બાદ શાહરુખ ખાને લીધી આ ધાર્મિક સ્થળ ની મુલાકાત, દીકરી સુહાના સાથે કરી ફિલ્મ ડંકી ની સફળતા માટે પ્રાર્થના, જુઓ વિડીયો
આ સિરીઝની સ્ટાર કાસ્ટ પણ પસંદ કરવામાં આવી છે. આ વેબ સિરીઝ માં મિર્ઝાપુર ફેમ અભિનેતા વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.આ સિરીઝ માં વિક્રાંત સાયબર એક્સપર્ટના રોલમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો સિરીઝનું શૂટિંગ જાન્યુઆરી 2024માં શરૂ થશે.